Satya Tv News

કોંઢ ગામમા તળાવમાં એક બાળક અને યુવાન ડૂબ્યા, ફાયર બ્રિગેડના જવાનોએ ભારે જહેમતથી શોધખોળની કામગીરી હાથ ધરી

અંકલેશ્વર નજીક આવેલા કોંઢ ગામના તળાવમાં એક બાળક અને યુવાન ડુબતા ગ્રામજનોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતાં. ફાયર બ્રિગેડના લશ્કરો દોડી આવીને શોધખોળ આરંભી હતી. જેમાં એક બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો.

વાલીયા તાલુકાના કોંઢ ગામમાં આવેલા તળાવમાં એક બાળક અને યુવાન નાહવા જતા ડૂબ્યા હતા. બનાવની જાણ થતા જ ફાયર બ્રિગેડના લશ્કરો ઘટના સ્થળ પર દોડીને બંનેયને શોધવાની કામગીરી હાથ ધરી હતી. જેમાંથી એક બાળકનો મૃતદેહ મળ્યો હતો.જ્યારે અન્ય યુવાનને શોધવાની કવાયત ચાલુ છે. બનાવની જાણ ગામમાં વાયુ વેગે પ્રસરી જતા ગ્રામજનોના ટોળે ટોળાં ઉમટી પડ્યા હતાં.

error: