Satya Tv News

બિહારના નવાદા જિલ્લાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ત્યાં તૈનાત પાંચ પોલીસકર્મચારીઓને એસપી ગૌરવ મંગલાએ હાજત (ટોઈલેટ) ના સમયે બે કલાક માટે લોકઅપમાં બંધ કરી દીધા. આનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ઘટનાના ખુલાસા બાદ પોલીસ બેડામાં હડકંપ મચી ગયો છે.

રિપોર્ટ અનુસાર ગૌરવ મંગલાએ પોલીસકર્મચારીઓને હાજતના સમયે બંધ કરવાની વાતનો ઈનકાર કર્યો છે. એસપી પોલીસ કર્મચારીઓના કાર્યથી સંતુષ્ટ નહોતા. જે બાદ તેમને સજા આપવાના હેતુથી આ પગલુ ઉઠાવવામાં આવ્યુ. આ દરમિયાન બિહાર પોલીસ એસોસિએશનએ ગૌરવ મંગલા વિરુદ્ધ તપાસની માગ કરી છે.

આઠ સપ્ટેમ્બરની રાતે 9 વાગે એસપી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. તેઓ સ્ટેશન ડાયરીની તપાસ કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે જાણ્યુ કે અમુક કેસમાં પોલીસકર્મચારીઓ દ્વારા બેદરકારી દાખવવામાં આવી છે. સ્ટેશન ડાયરી અપડેટ ના થવાથી એસપી ગૌરવ મંગલા રોષે ભરાયા. જે બાદ નગર સ્ટેશનના 2 ઈન્સ્પેક્ટર અને 3 જમાદાર એસઆઈ શત્રુઘ્ન પાસવાન, એસઆઈ રામરેખા સિંહ, એએસઆઈ સંતોષ પાસવાન, એએસઆઈ સંજય સિંહ અને એએસઆઈ રામેશ્વર ઉરાંવને સ્ટેશનમાં હાજતના સમયે બંધ કરી દેવાયા. અડધી રાતે લગભગ બે કલાક બાદ તેમને છોડવામાં આવ્યા.

error: