Satya Tv News

UAEમાં રમાયેલા એશિયા કપમાં શ્રીલંકા ચેમ્પિયન બન્યુ છે. શ્રીલંકાની ટીમે પાકિસ્તાનને 23 રને હરાવ્યું હતુ. આ સાથે જ શ્રીલંકા છઠ્ઠીવાર એશિયા કપનો ખિતાબ જીત્યો હતો. શ્રીલંકાની જીતના હીરો ભાનુકા રાજપક્ષા, વાનિન્દુ હસરંગા, પ્રમોદ મદુશન રહ્યા હતા. 171 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી પાકિસ્તાનની ટીમ 147 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. પ્રમોદ મદુશને 4 વિકેટ, તો હસરંગાએ 3 વિકેટ લીધી હતી. મોહમ્મદ રિઝવાને 55 રન બનાવ્યા હતા.

શ્રીલંકાએ પાકિસ્તાનને ફાઈનલમાં હરાવીને છઠ્ઠી વખત એશિયા કપનું ચેમ્પિયન બન્યુ હતુ.શ્રીલંકા તરફથી સૌથી સફળ બોલર પ્રમોદ મદુશન રહ્યો હતો. તેણે 4 ઓવરમાં 34 રન દઈને 4 વિકેટ ઝડપી હતી.મોહમ્મદ રિઝવાને 112.24ની સ્ટ્રાઈક રેટથી 49 બોલમાં 55 રન બનાવ્યા હતા. તે આ એશિયા કપમાં હાઈએસ્ટ રન સ્કોરર બની ગયો છે.પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ ફરી એકવાર નિષ્ફળ રહ્યો હતો. તે 5 રને આઉટ થયો હતો


શ્રીલંકા તરફથી ભાનુકા રાજપક્ષાએ શાનદાર 45 બોલમાં 71 રન ફટકાર્યા હતા. તેણે 6 ચોગ્ગા અને 3 છગ્ગા માર્યા હતા.
પાકિસ્તાન તરફથી સૌથી સફળ બોલર હારિસ રઉફ રહ્યો હતો. તેણે 4 ઓવરમાં 29 રન દઈને 3 વિકેટ લીધી હતી.

error: