Satya Tv News

ભાલપંથકના કેટલાક ગામો લાઈન લીકેજના કારણે દૂષિત પાણી પી રહયાં છે ત્યારે આ દૂષિત પાણી પીવાથી રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઇ રહી છે. ભાલ પંથકના પાંચ ગામો પૈકી સવાઇનગર, માઢીયા, સનેસ, કાળા તળાવ, નર્મદ અને ખેતા ખાટલી જેવા ગામોને વલભીપુર પાણી પુરવઠા દ્વારા પાણીનું વિતરણ કરવામાં આવે છે ત્યારે વલભીપુર થી માઢીયા સુધી કરોડો રૂપિયાના ખર્ચે છ માસ પહેલા નાખવામાં આવેલી પાણીની લાઈન છેલ્લા 15 દિવસથી ઠેર ઠેર લીકેજ હોવાના કારણે લાઈનમાં લીકેજવાળી જગ્યાથી દૂષિત પાણી ભળી જાય છે છતાં પાણી પુરવઠા વિભાગની આંખ ઉઘડતી નથી જે પાણી પીવાથી ગામોના લોકો બીમાર પડી રહ્યા છે. પાણી પુરવઠા વિભાગની ઘોર બેદરકારીને કારણે પાંચ ગામોમાં રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે ત્યારે લાઈનને તાત્કાલિક ધોરણે રીપેર કરવામાં આવે એવી ગ્રામજનોમાં માંગ છે

error: