કરજણ નવા બજાર કોટન કોમ્પ્લેક્સમાં ચોરી
તસ્કરોએ ફોરવીલર કારનો કાચ તોડી ચોરીને આપ્યો અજામ
પોલીસે આરોપીઓને પકડવાની કામગીરી શરૂ કરી
કરજણ નવા બજાર કોટન કોમ્પ્લેક્સમાં તસ્કરો એ ફોરવીલર કાર નો કાચ તોડી ચોરી ને અજામ આપ્યો હતો.
વડોદરા જિલ્લાના કરજણમાં નવા બજાર પાસે આવેલ નવી શાક માર્કેટ પાસે કોટન કોમ્પલેક્ષ બહાર પાર્ક કરેલી ફોરવિહલ ગાડીમાંથી ગાડીનો કાચ તોડીને ગાડીમાંથી સિલક સહિત તલાટીના રબર સ્ટેમ્પ ચેકબુક સહિતની વસ્તુઓ ગઠિયા ઉઠાવીને ફરાર થયા હતા અને ગાડી તલાટીની હોવા જાણવાનું મળ્યું હતું જ્યારે તલાટીયે ગાડી કરજણ બજારમાં પાર્ક કરીને નાસ્તો કરવા માટે ગયા હતા.તે દરમિયાન તસ્કરોએ અંદાજીત 20.000 ઉપરાંતની તસ્કરી કરી ભાગી જવા પામ્યા હતા અને તલાટી મોટીકોરલ ગામ,પુરાગામની ગ્રામપંચાયતોમાં તલાટી તરીકે ફરજ બજાવતા છે.જ્યારે ઘટનાની જાણ કરજણ પોલીસને કરવામાં આવતા કરજણ પોલીસ ની ટિમ સહિત LCBની ટિમ ઘટના સ્થળે પોહચી હતી.અને CCTV ચેક કરવાની તપાસ શરૂ કરી હતી અને CCTVના ફુટેઝના આધારે પોલીસે આરોપીઓને પકડવાની કામગીરી શરૂ કરી છે..
વિડિઓ જર્નાલિસ્ટ નિમેષ ચૌહાણ સાથે સત્યા ટીવી કરજણ