Satya Tv News

જંબુસર વેરા ભરપાઇ નહીં થતાં તંત્રમાં ફફડાટ
તાલુકા પંચાયત કચેરીને સીલ મારતું નગરપાલીકા તંત્ર
બાકી વેરા ધારકોમાં દોડધામ મચી

જંબુસર તાલુકા પંચાયત કચેરીનો મિલ્કતવેરો ચાર લાખ અઠ્ઠાણું હજાર બાકી પડતો હોય પાલિકા તંત્ર દ્વારા તાલુકા પંચાયત કચેરીને સીલ મારવાની કાર્યવાહી હાથ ધરી આ સહિત ગામની અનેક મિલકતો પણ સીલ કરવામાં આવશે જેને લઈ બાકી વેરા ધારકોમાં દોડધામ મચી હતી.

જંબુસર નગરપાલિકા વિસ્તારમાં આવેલ મિલકતધારકોનો વર્ષ ૨૦૨૨ -૨૩નો સાત કરોડ નવ્વાણું લાખ એકાવન હજારની રકમ બાકી પડે છે.જે પૈકી વર્ષ ૨૦૨૧ -૨૨માં એક કરોડ ચાલીસ લાખ સાડત્રીસ હજાર વેરા ભરપાઈ કરવામાં આવ્યા છે.જેને લઈ પાલિકા તંત્ર દ્વારા બાકીદારો સામે લાલ આંખ કરતા મિલકતો સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.ગતરોજથી નગર પાલીકાના બાકી પડતા વેરા અંગે વારંવાર નોટીસો પાઠવવા છતાંય વેરા ભરપાઈ નહીં કરતા મિલ્કત ધારકોની મિલ્કતો સીલ મારવામાં આવી રહી છે.જે અંતર્ગત આજરોજ જંબુસર તાલુકા પંચાયત કચેરીનું ચાર લાખ અઠ્ઠાણું હજાર વેરો બાકી પડતો હોય.ઓફીસ ખૂલતાંની સાથે જ પાલિકા કર્મચારીઓ તાલુકા પંચાયત કચેરી ખાતે ધસી જઈ સીલ મારવાની કાર્યવાહી હાથધરી હતી.જેને લઇ તાલુકા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખ સહિતમાં દોડધામ મચી ગઈ હતી અને વહેલી તકે નગરપાલીકાના બાકી વેરાના નાણાં ભરપાઇ કરવા જણાવ્યું હતું.પરંતુ પાલિકા તંત્ર દ્વારા તાલુકા પંચાયત કચેરી ખાતે સીલ મારવામા આવતા સન્નાટો છવાયો હતો અને રાજકીય માહોલ ગરમાયો હોવાનો ગણગણાટ થતો હતો.નગરપાલિકા દ્વારા તાલુકા પંચાયત કચેરી સહિત વેરા બાકીદારોની મિલ્કતો સીલ કરવાની હોય.બાકીદારોમાં ફફડાટ ફેલાયો હતો અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષોથી નગર પાલીકાના વેરાઓ નહીં ભરતાં મિલ્કત ધારકો સામે લાલ આંખ કરતા મહિલા પ્રમુખ દ્વારા તાલુકા પંચાયત કચેરી નવયુગ વિદ્યાલય સહિત મોટી સંસ્થાઓને પ્રથમ વખત સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી છે.

વિડિઓ જર્નાલિસ્ટ વિવેક પટેલ સાથે સત્યા ટીવી જંબુસર

error: