Satya Tv News

ખાસકરીને બાળકોમાં બહુ લોકપ્રિય બનેલી ભૂતનાથ ફિલ્મ સિરીઝનો હવે ત્રીજો ભાગ આવી રહ્યો છે. આ ફિલ્મ માટે પ્રિ પ્રોડક્શન શરુ થઈ ગયાનું નિર્માતાઓએ કન્ફર્મ કર્યું છે.

પહેલીવાર ભૂતનાથ ૨૦૦૮માં બની હતી ત્યારે વિવેક શર્માએ તેનું દિગ્દર્શન કર્યું હતું. તે વખતે ભૂતનાથનો બીજો ભાગ બનાવવાનું કોઈ આયોજન ન હતું. આખરે પોપ્યુલર ડિમાન્ડના આધારે નિતેશ તિવારીનાં દિગ્દર્શન હેઠળ ૨૦૧૪માં ભૂતનાથ રિટર્ન્સ રજૂ થઈ હતી. નિર્માતાઓ એક નવી સ્ટોરી લાઈન વિચારી છે. તેની સંપૂર્ણ સ્ક્રિપ્ટ હાલ લખાઈ રહી છે. પહેલા અને બીજા ભાગ બંનેમાં અમિતાભ સાથે શાહરુખ ખાને ભૂમિકા ભજવી હતી. જોકે, ત્રીજા ભાગમાં અમિતાભ નિશ્ચિતપણે મુખ્ય ભૂમિકા કરશે પરંતુ શાહરુખ સહિતના અન્ય કલાકારો રિપીટ થશે કે કેમ તે અંગે નિર્ણય લેવાયો નથી.

Created with Snap
error: