Satya Tv News

17મી સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ભાજપ અને સુરત પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય દ્વારા વિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરાયું છે. જ્યારે ભાજપ યુવા મોરચા દ્વારા 17મી સપ્ટેમ્બરથી 2જી ઓક્ટોબર સુધી સેવા પખવાડિયા અંતર્ગત રક્તદાન અને ભૂખ્યાને ભોજન જેવા કાર્યક્રમો યોજાશે. મંત્રી પૂર્ણેશ મોદીએ વેપારીઓને ડિસ્કાઉન્ટ આપવા કરેલા આહ્વાનને પગલે વિવિધ વેપાર સાથે જોડાયેલા વેપારીઓએ 5% થી 100% સુધીનું ડિસ્કાઉન્ટ જાહેર કર્યું છે. શનિવાર સાંજે અડાજણ ખાતે લોક ડાયરાનું પણ આયોજન કરાયું છે.

કોરોનામાં અનાથ થયેલા છાત્રોને પુસ્તકો અપાશે પાલનપુર જકાતનાકા સ્થિત વિદ્યાકુંજ સ્કુલમાં 72 સ્વચ્છતા સૈનિકોનું સન્માન કરાશે. તેવી જ રીતે 72 ઘર દિવડાનું સન્માન, કોરોનામાં પિતા માતા ગુમાવનાર 72વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકોનું વિતરણ પણ કરાશે. જ્યારે ઉગત-કેનાલ રોડ પર 72 સ્થળે વૃક્ષારોપણ, અડાજણ ગામની મુકબધિર શાળાના 72 દિવ્યાંગો સાથે ભોજન કરી તેમને શુભેચ્છા ભેટ અપાશે. ભાઠા ખાતે 72 વૃદ્ધોનું સન્માન તથા સ્નેહ ભોજન કરાવાશે.

હોટલ, રેસ્ટોરન્ટ, ફૂડ કોર્નરની દુકાન, બેકરી, ફ્લોર મિલ, ડેરી, મીઠાઈની દુકાન, નમકીન સ્ટોર, ગારમેન્ટ સ્ટોર, સ્કૂલ અને લેબોરેટરી તેમજ હોસ્પિટલ સંચાલકોએ 15 થી 100 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ જ્યારે વેસુ સ્થિત ખાનગી કોલેજમાં વિદ્યાર્થીઓને ફિ ચુકવણી પર 25%નું ડિસ્કાઉન્ટ જાહેર કરાયું છે.

અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદના સુરત સંગઠન દ્વારા શહેરની વિવિધ કાપડ માર્કેટ સહિતના 50 સ્થળો પર રક્તદાન શિબિરનું આયોજન કરાયું છે. 17મીએ મેગા બ્લડ ડોનેશન ડ્રાઇવથી આશરે દોઢ લાખ યુનિટ જેટલું રક્ત એકત્ર થશે તેમ જણાવાયું છે.

error: