Satya Tv News

ઘટનાથી ભયભીત બાળકી દોડીને દુકાનની બહાર આવી ગઈ હતી અને બનાવની જાણ તેની ફોઇ અને દાદીને કરી હતી

ભરચના પશ્ચિમ વિસ્તારમાં બાળકીને ચોકલેટ આપવાના બહાને દુકાનમાં બોલાવી શારીરિક અડપલાં કરનાર દુકાનદારને ભરૂચના એડીશનલ સેશન્સ અને સ્પેશ્યલ પોક્સો અદાલતના જજ એ. કે. રાવ દ્વારા 5 વર્ષની કેદની સજા અને 5000 દંડ તથા પોકસો એક્ટ હેઠળ 3 વર્ષની કેદ અને રૂપિયા 5000 દંડ અને દંડ ના ભરે તો વધુ 3 મહિનાની સજા ફટકારી છે.

સરકર તરફે મદદનીશ જીલ્લા સરકારી વકીલ આર. જે. દેસાઈ દ્વારા બનાવ હીન કક્ષાની માનસિકતા દર્શાવતો અને ભવિષ્યમાં આવા બનાવ અટકાવવા દાખલરૂપ સજાની માંગ કરવામાં આવતા કોર્ટે સરકાર પક્ષની દલીલો ગ્રાહ્ય રાખી આરોપીને સજા ફટકારી છે.

ભરૂચ શહેરના રોહિતવાસમાં રહેતી બાળકી દાદીના ઘરે હતી અને તે વખતે તે બહાર ઘર આગળ રમતી હતી. દરમ્યાન આરોપી સિદ્દીક અલી ઇશાક દંટીએ બાળકીને ચોકલેટ આપવાના બહાને દુકાનમા બોલાવી હતી. આ નરાધમે ચોકલેટ આપવાના બહાને બાળકીને દુકાનમા અંદર લઈ જઈને દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો.

હીન માનસિકતા સાથે બાળકી સાથે શારીરિક અડપલાં કરવા લગતા બાળકી રડવા લાગતા ગભરાયેલા દુકાનદારે દરવાજો ખોલી કિશોરીને ભગાડી મૂકી હતી. ઘટનાથી ભયભીત બાળકી દોડીને દુકાનની બહાર આવી ગઈ હતી અને બનાવની જાણ તેની ફોઇ અને દાદીને કરી હતી.

બાળકીના પિતાએ ઘટના બાબતની ફરિયાદ ભરુચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. પોલીસે દુકાનદાર આરોપી વિરુદ્ધ ઈ.પી.કો. કલમ 376 (એબી) તથા બાળકોને જાતીય સતામણીથી રક્ષણ આપતા કાયદાની કલમ 4, 6 અને 12 મુજબના ગુના સબબ આરોપી વિરુધ્ધ ચાર્જશીટ કરી હતી.

ભરૂચના એડીશનલ સેશન્સ અને સ્પેશ્યલ પોક્સો અદાલતના જજ એ. કે. રાવની કોર્ટમાં કેસ ચાલતા સરકાર તરફે મદદનીશ જીલ્લા સરકારી વકીલ આર. જે. દેસાઈએ મૌખિક તેમજ દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા. સરકાર તરફે દલીલો ગ્રાહ્ય રાખી સ્પેશ્યલ પોક્સો જજ એ. કે. રાવ દ્વારા આરોપી સિદ્દીક અલી ઇશાક દંટી રહેવાસી મદીના હોટલ સામે, મોટા નાગોરીવાડને તકસીરવાર ઠેરવ્યો હતો.

error: