Satya Tv News

https://fb.watch/fB9_XrdGqW/

ભરૂચ નગરપાલિકા પૂર્વ નગરસેવક પર અજાણ્યા શખ્સોનો હુમલો

અંકલેશ્વર થી ભરૂચ આવતા થયો જીવલેણ હુમલો

અંકલેશ્વર ભરૂચને જોડતા મુખ્ય માર્ગ ઉપર આવેલ સામ્રાજ્ય સોસાયટી પાસે બની ઘટના

ભરૂચ નગરપાલિકાના પૂર્વ નગર સેવક મનહરભાઈ પરમાર ઉપર અંકલેશ્વર રોડ પર જીવલેણ હુમલો થતાં દોડધામ મચી જવા પામી હતી.

ભરૂચ નગરપાલિકાના પૂર્વ નગર સેવક મનહર પરમાર ગત ચૂંટણીમાં અપક્ષ તરીકે જીત્યા હતા પણ 2017 માં થયેલી વિધાનસભાની ચૂંટણી પહેલા તેઓ ભાજપમાં જોડાઈ ગયા હતા.તાજેતરમાં થયેલી નગરપાલિકાની ચૂંટણીમાં તેઓ ભાજપનો ઉમેદવાર સામે અપક્ષ તરીકે ચૂંટણી લડ્યા હતા. જેવો ગત રાત્રી દરમિયાન અંકલેશ્વરથી ભરૂચ આવવા નીકળ્યા હતા તે દરમિયાન સામ્રાજ્ય સોસાયટી નજીક કેટલાક અજાણ્યા શખ્સોએ મનહર પરમારની કારની આગળ પોતાનું વાહન ઉભુ રાખી અટકાવી ગાડીમાં બેસેલા મનહર પરમાર પર જીવલેણ હુમલો કરી હુમલાખોરો ફરાર થઈ ગયા હતા. બનાવની જાણ પોલીસને થતા ઘટના સ્થળે પહોંચી હતી બીજી તરફ ઇજાગ્રસ્ત મનહર પરમાર ને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે હાલ તો માર મારવાની ઘટના રાજકીય કે કોઈ બીજી આદાવતનું પરીણામએ વાત ટોક ઓફ ધ ટાઉન બની છે.

વિડિઓ જર્નાલિસ્ટ વીરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ભરૂચ

error: