ભરૂચ જુના સરદાર બ્રિજ નીચે પડેલા થેલામાં હતી બાળકી
થેલો ઉઠાવવા ગયેલી મહિલાને થેલામાંથી નવજાત બાળકી મળી
થેલો ઉઠાવતાની સાથે જ બાળકીનો રડવાનો અવાજ આવ્યો
ભરૂચ જુના સરદાર બ્રિજ નીચે પડેલા થેલામાં રહેલી નવજાત બાળકીના મોઢા ઉપર ખોળખાપણ હોવાના કારણે માતા-પિતાએ તરછોડી હોવાનું અનુમાન કરવામાં આવ્યું હતું.
કહેવાય છે ને કે કળિયુગમાં જ્યારે બાળકનો જન્મ થતો હોય અને તેને જ તેના જ માતા પિતા તરછોડવા મજબૂર થતા હોય ત્યારે માનવતા સામે સવાલ ઊભા થતા હોય છે આવો જ એક કિસ્સો ભરૂચ ના નેશનલ હાઈવે ઉપર કે જેમાં એક મહિલા થયેલો ઉપયોગમાં લેવા માટે ગઈ અને થેલામાંથી દોડ માસની માસુમ નવજાત બાળકી મળી આવતા મહિલા પણ ધ્રુજી ઉઠી હતી અને તેણે તાબડતો પોલીસને જાણ કરી હતી
ભરૂચ અંકલેશ્વરને જોડતા જુના સરદાર બ્રિજની નીચે એક નવો નકોર થયેલો પડ્યો હતો અને થેલો એક મહિલાને કામ લાગે તેવો હોવાના કારણે મહિલા શાંતાબેન રાઠોડ થયેલો લેવા ગયા હતા અને થેલો ઉઠાવતાની સાથે જ બાળકીનો રડવાનો અવાજ આવ્યો અને ફેલાની ચેન ખોલીને અંદર જોયું તો માસુમ અંદાજે દોઢ માસની બાળકી હોવાનું સામે આવ્યું અને થેલામાં બાળકી જોઈ શાંતાબેન રાઠોડ પણ ધ્રુજી ઉઠ્યા હતા અને તેઓએ તાબડતોબ નેશનલ હાઇવે ઓથોરિટીના ઇમર્જન્સી વિભાગની જાણ કરી હતી. પરંતુ ફૂલ જેવી બાળકીને જોઈ શાંતાબેન રાઠોડ પણ ભાવુક થયા હતા
સમગ્ર પ્રકરણમાં માસુમ દોઢ માસની બાળકીનો શું વાંક જનમજાતથી તેને ખોડખાંપણ નીકળતા તેણીને તેના માતા પિતાએ તરછોડી હોય તો આવા માતા પિતા ઉપર ધિકાર છે કે જેણે ફૂલ જેવડી માસુમ દોડ માસની બાળકીને તરછોડી મૂકી સરકારે એક તરફ બેટી બચાવો બેટી પઢાવોની વાત કરી રહી છે પરંતુ અહીંયા તો માતા-પિતા જ કળિયુગી માતા-પિતા બની રહ્યા છે
વીડિઓ જર્નાલિસ્ટ વીરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ભરૂચ