Satya Tv News

દેડિયાપાડા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે માજી ધારાસભ્ય મોતિલાલ વસાવાએ દીપ પ્રગટાવી કાર્યક્રમ ખુલ્લો મુક્યો

દેડિયાપાડા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની ૭૨ મી જન્મજયંતિની ઉજવણીનાં ભાગ રૂપે સેવા કાર્ય પોષણ અભિયાન અને વૃક્ષારોપણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
જેમાં માજી ધારાસભ્ય દેડિયાપાડાના મોતિલાલ વસાવાની ઉપસ્થિતિ માંવૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો તેમજ બહેનોને પોષણકીટનું વિતરણ કરી વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીને જન્મદિવસ ની શુભેચ્છા પાઠવી હતી.

આ પ્રસંગે દેડિયાપાડા ગ્રામ પંચાયતના સરપંચ વર્ષાબેન વસાવા, તાલુકા પંચાયત કારોબારી સભ્ય દક્ષાબેન વસાવા, દેડિયાપાડા કોલેજનાં આચાર્ય નિલમબેન, તેમજ કૃષિ વિજ્ઞાન કેન્દ્રનો સ્ટાફ તથા મોટી સંખ્યામાં લાભાર્થી બહેનો હાજર રહ્યા હતા.

વિડિઓ જર્નલિસ્ટ દીપક જગતાપ સત્યા ટીવી રાજપીપળા

error: