Satya Tv News

તાઈવાનના દક્ષિણપૂર્વ કિનારે રવિવારે ભૂકંપ આવ્યો હતો. યુએસ જિયોલોજિકલ સર્વે અનુસાર, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.9 માપવામાં આવી હતી. આ પહેલાં શરૂઆતના નાના આંચકા આવ્યા હતા. તે જ સમયે, 17 સપ્ટેમ્બરના રોજ, અહીં 6.6 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

આ ભૂકંપ તાઈવાનના તાઈતુંગ શહેરથી લગભગ 50 કિલોમીટર (30 માઈલ) ઉત્તરમાં આવ્યો હતો. આને લઈને જાપાને તાઈવાન નજીક સ્થિત ટાપુઓમાં સુનામીની ચેતવણી જારી કરી છે.

સ્થાનિક સમય અનુસાર રવિવારે બપોરે 2:44 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભારે નુકસાનની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સેન્ટ્રલ ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર યુલી શહેરમાં એક ઈમારતને નોંધપાત્ર નુકસાન થયું છે. હાલમાં કોઈ જાનહાનિના સમાચાર નથી. અહીંના લોકોને સલામત સ્થળે ખસી જવા માટે કહેવામાં આવ્યું છે.

તાઈવાન ભૂકંપની સંભાવના ધરાવે છે કારણ કે આ ટાપુ બે ટેક્ટોનિક પ્લેટના જંક્શનની નજીક છે. તાઈવાન ઉપરાંત, પાપુઆ ન્યુ ગિની, ન્યૂઝીલેન્ડ, વનુઆતુ અને અન્ય પેસિફિક ટાપુઓમાં હંમેશાં ભૂકંપનું જોખમ રહેલું છે. આ પ્રદેશ રિંગ ઑફ ફાયરની નજીક સ્થિત છે, જે સમુદ્રની આસપાસ સિસ્મિક ફોલ્ટ લાઇનની ઘોડાના નાળના આકારની ગિરિમાળા છે.

error: