Satya Tv News

વાઘોડિયા રોડ વિસ્તારમાં આવેલી નાલંદા ટાંકી સામેની શ્રૃતિ બાળકોની હોસ્પિટલ (Shruti Child Care Hospital And Family Vaccination Centre)ના ટોપ ફ્લોર પર આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ લાગતા હોસ્પિટલમાં દાખલ બાળકો તથા તેમના પરિજનોમાં ચિંતા જોવા મળી હતી. જો કે ફાયરના લાશ્કરોએ મેસેજ મળતા જ સ્થળ પર પહોંચીને બાજી સંભાળી લીધી છે. હોસ્પિટલના ટોપ ફ્લોર પર મુકવામાં આવેલા જનરેટરમાં આગ લાગતા ધુમાડા નિકળ્યા હતા. હાલ સ્થિતી પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે.

કોરોના કાળ વખતે હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના અને તેના માઠા પરિણામો અંગે આપણે સૌ કોઇ જાણીએ છીએ. તે બાદ ખાસ કરીને હોસ્પિટલોમાં ફાયર સેફ્ટીની સુરક્ષાને લઇને કોર્ટ અને સરકાર બંને સતર્ક છે. જો કે, હોસ્પિટલમાં નાના-મોટા આગ લાગવાના બનાવો હજી સુધી અટક્યા નથી. આજે સવારે 10 વાગ્યાની આસપાસ નાલંદા પાણીની ટાંકી સામે આવેલી શ્રૃતિ હોસ્પિટલના ટોપ ફ્લોર પર આગ લાગવાની ઘટના સામે આવી હતી. આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. જેને પગલે હોસ્પિટલમાં દાખલ માતાઓ અને બાળકોમાં તથા પરિજનોમાં ચિંતા જોવા મળી હતી.

આ અંગેની જાણ થતા ફાયરના લાશ્કરોએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને ગણતરીના સમયમાં આગ પર કાબુ મેળવી લીધો છે. જેને કારણે તમામે રાહતનો શ્વાસ લીધો હતો. સુત્રોના જણાવ્યા પ્રમાણે, ટોપ ફ્લોર પર રાખવામાં આવેલા જનરેટરમાં આગ લાગી હતી. આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાડવામાં આવી રહ્યું છે. જો કે, આ અંગે વિગતવાર તપાસ બાદ સમગ્ર મામલો સ્પષ્ટ થશે.

આગ લાગતા હોસ્પિટલમાં દાખલ બાળકો તથા તેમના પરિજનોમાં ચિંતા જોવા મળી હતી.જો કે ફાયરના લાશ્કરોએ મેસેજ મળતા જ સ્થળ પર પહોંચીને બાજી સંભાળી લીધી છે. હોસ્પિટલના ટોપ ફ્લોર પર મુકવામાં આવેલા જનરેટરમાં આગ લાગતા ધુમાડા નિકળ્યા હતા. હાલ સ્થિતી પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે.

error: