વાલિયા તાલુકાના આદિવાસી સમાજ દ્વારા આવેદન
અનુસુચિત જન જાતિના ખોટા જાતિ પ્રમાણપત્ર બાબતે આવેદન
પ્રમાણપત્ર સ્વીકારનાર અને આપનાર સામે પગલા ભરવાની માંગ
વાલિયા તાલુકાના આદિવાસી સમાજ દ્વારા અનુસુચિત જન જાતિના ખોટા જાતિ પ્રમાણ પત્ર સ્વીકારનાર અને આપનાર સામે પગલા ભરવાની માંગ સાથે મામલતદારને આવેદન પત્ર પાઠવાયું
આજરોજ વાલિયા ગામના ચાર રસ્તા પાસે આવેલ બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ કરી રેલી સ્વરૂપે સુત્રોચ્ચાર સાથે રાજ્યના મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલને સંબોધીને વાલિયા તાલુકાના આદિવાસી સમાજના આગેવાન ચંપક વસાવા,રજની વસાવા,વિનય વસાવા,વિજય વસાવા,કિરીટ વસાવા,સંજય વસાવા,કોકિલાબેન તડવી સહિતના યુવા આગેવાનોએ મામલતદાર કચેરી ખાતે મામલતદાર માધવીબેન મિસ્ત્રીને એક આવેદન પત્ર પાઠવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર રાષ્ટ્રપતિના ૧૯૫૦ અને ૧૯૫૬ના મોડિફાઇડ નોટીફીકેશનનું ઉલ્લંઘન કરી કેન્દ્ર સરકાર દ્વારા ગેરબંધારણીય રીતે ૧૪મી સપ્ટેમ્બરના રોજ ૧૨ જાતિઓને અનુસુચિત જન જાતિમાં સમાવેશ કરવાની જાહેરત કરવામાં આવી જે તાત્કાલિક રદ્દ કરવા,નિયામક આદિજાતિનો ૧૫-૯-૨૨નો ગેરબંધારણીય પત્ર રદ્દ કરવા,રબારી,ભરવાડ અને ચારણ જાતિને બક્ષીપંચમાં સમાવેશ કરવા,તમામ ક્ષેત્રે આદિવાસીના ખોટા જતી પ્રમાણ પત્રો રદ્દ કરી કાયદેસરની કાર્યવાહી કરવા સહીત પાંચ માંગણીઓ સંદર્ભે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી આદિવાસી સમાજને ખરા અર્થમાં ન્યાય આપે તેવી માંગ કરવામાં આવી છે.
વિડિઓ જર્નાલિસ્ટ સંજય વસાવા સાથે સત્યા ટીવી વાલિયા