સુરતમાં ST ના કામદારો દ્વારા કાળી પટ્ટી સાથે વિરોધ
સાતમાં પગારપંચ મુજબ પગાર આપવાની માગણી
બસોના પૈડા સળગાવી દેવાનું ઉચ્ચારણ
સુરત ST ના કામદારો એ પોતાની માંગણીઓને લઈ કાળી પટ્ટી બાંધી વિરોધ પ્રદર્શન કર્યો હતો .
સુરત ST ના કામદારો એ પોતાની માંગણીઓને લઈ વિરોધ પ્રદર્શન કર્યો છે.જેમાં કાળી પટ્ટી બાંધી વિરોધ પ્રદર્શન અને કામકાજ કરી રહ્યા છે. મુખ્ય માગણીઓમાં સાતમાં પગારપંચ મુજબ પગાર આપવામાં આવે. બે વર્ષ સુધીનું બોનસ અટકવામાં આવ્યું છે તે બોનસ આપવામાં આવે. રાજ્ય સરકારના કામદારો ને જે પ્રમાણે ભથ્થું આપવામાં આવે છે તે પ્રમાણે ભથ્થું આપવામાં આવે. એ સહિતના અનેક મુદ્દાઓ લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.તમામ મુદ્દાઓને લઈને રાજ્ય સરકાર દ્વારા 10 સપ્ટેમ્બર સુધીનો અલ્ટીમેટ આપવામાં આવ્યું હતું.પરંતુ આજ દિન સુધી રાજ્ય સરકાર દ્વારા કોઈ પણ પ્રકારનો યોગ્ય નિર્ણય લેવામાં આવ્યો નથી. જેથી આગામી સમયમાં માસ સીએલ પર ઉતરીને રાજ્યની તમામ બસોના પૈડા સળગાવી દેવાનું ઉચ્ચારવામાં આવી રહ્યું છે.
વિડિઓ જર્નાલિસ્ટ કે સી વઘાસિયા સાથે સત્યા ટીવી સુરત