વાગરા તાલુકાની આઠ ગામની શાળા ના ૫૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ લાભ લીધો
વાગરા તાલુકા માં દેસાઈ ફાઉન્ડેશન ટ્રસ્ટ અને GACL એજ્યુકેશન સોસાયટી ના સંયુક્ત ઉપક્રમે કારકિર્દી માર્ગદર્શન અને કાઉન્સેલિંગ વર્કશોપ યોજ્યો હતો.જેમાં આઠ ગામની શાળા ના ૫૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ નિષ્ણાત તજજ્ઞો થી માર્ગદર્શન મેળવ્યુ હતુ.
વાગરા તાલુકામાં દેસાઈ ફાઉન્ડેશન ટ્રસ્ટ નવસારી તેમજ જી.એ.સી.એલ. કંપની ની એજ્યુકેશન સોસાયટી સમાજ ઉપયોગી કાર્ય કરી રહી છે.બન્નેવ ટ્રસ્ટ દ્ધારા એજ્યુકેશનને વેગ આપવા અને વિદ્યાર્થીઓની જ્ઞાનમાં વધારો થાય એ હેતુસર કારકિર્દી માર્ગદર્શન અને કાઉન્સેલિંગ વર્કશોપ યોજ્યો હતો.વાગરા ના આઠ જેટલા ગામોની સ્કૂલ ના ધોરણ નવ થી બાર ના ૫૫૯ વિદ્યાર્થીઓ ને બે નિષ્ણાત લોકો એ ઇન્ડસ્ટ્રીયલ ઝોન ને ધ્યાને લઈ કારકિર્દી માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ.છાત્રો ની રુચિ અનુસાર રોજગાર પસંદ કરવાની ક્ષમતા વિકસાવવા માટે વિશેષ સમજ આપવામાં આવી હતી.
જર્નાલિસ્ટ ઝફર ગડીમલ,સત્યા ટીવી – વાગરા