Satya Tv News

UPના બરેલીમાં ગર્ભવતી મહિલા સાથે ગેંગરેપનો મામલો સામે આવ્યો છે. રેપ દરમિયાન મહિલાનો ગર્ભપાત થઈ ગયો. પીડિતાએ તે અંગેની ફરિયાદ પોલીસને કરી, પરંતુ કોઈએ તેની ફરિયાદ સાંભળી નહીં. પરિવારવાળા પરેશાન થતા રહ્યાં.

મંગળવારે પીડિતાની સાસુ એક ડબ્બામાં ભ્રૂણ લઈને SSPની પાસે પહોંચી ગયા. કહ્યું- ન્યાય કરો સાહેબ. તેને જણાવ્યું કે પોલીસ કોઈ કાર્યવાહી જ નથી કરતી. આ ઘટના 13 સપ્ટેમ્બરે બિશારતગંજ પોલીસ સ્ટેશનના એક ગામની છે.

સાસુએ જણાવ્યું, પુત્રવધૂ કોઈ કામને લઈને ખેતરમાં ગઈ હતી. જ્યારે તે ત્યાંથી પાછી ફરી રહી હતી, ત્યારે ગામમાં રહેતા નન્હે, આધાર અને અજયે તેને પકડી લીધી. તેને બૂમો પાડી તો કહ્યું કે મારી નાંખીશું. જે પછી બધાં તેના પર રેપ કર્યો. પુત્રવધૂ બેભાન થઈ ગઈ. ત્રણેય તેને છોડીને ભાગી ગયા. મોડે સુધી પીડિતા ઘરે ન આવી તો તેને શોધતાં અમે ખેતરે ગયા. ત્યાં પુત્રવધૂ બેભાન મળી. તેને હોસ્પિટલ લઈ ગયા. પુત્રવધૂ પહેલાંથી જ ત્રણ માસથી ગર્ભવતી હતી. ઘટનાને કારણે ત્રણ માસનું ભ્રૂણ પણ પડી ગયું. પુત્રવધૂ હોસ્પિટલમાં છે. તેની સારવાર પણ નથી થઈ રહી.

પરિવારે ત્રણ દિવસ સુધી કોઈને વાત ન કરી. પોલીસ સમક્ષ પણ ફરિયાદ ન કરી. તે પછી 16 સપ્ટેમ્બર બિશારતગંજ પોલીસને ફરિયાદ કરી. પરંતુ પોલીસે ફરિયાદ દાખલ ન કરી. પોલીસવાળાએ કહ્યું કે આટલા દિવસ પછી કેમ આવ્યા છો. સાથે જ પોલીસ કહી રહી હતી કે આ મારામારીનો મામલો છે. જો કે બાદમાં SSPના કહેવા પર ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

SSP રાજકુમાર અગ્રવાલે જણાવ્યું કે, બંને પક્ષોમાં પહેલાં પણ વિવાદ થઈ ગયો હતો. મારામારીની વાત સામે આવી છે. પરંતુ પીડિતાની ફરિયાદ પર કેસ કરીને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પીડિતાને મેડિકલ માટે મોકલવામાં આવી છે.

error: