Satya Tv News

મેક્સિકોમાં જોરદાર ભૂકંપ આવ્યો. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.8 માપવામાં આવી હતી

મેક્સિકોમાં જોરદાર ભૂકંપ આવ્યો. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.8 માપવામાં આવી હતી. રાજધાની મેક્સિકો સિટીમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપનું કેન્દ્ર કોલકોમન, મિકોઆકનથી 84 કિમી દક્ષિણે છે.

19 સપ્ટેમ્બરે આવેલા 7.7 ભૂકંપનો સૌથી મોટો આફ્ટરશોક છે; આ આફ્ટરશોક્સ અઠવાડિયા અને મહિનાઓ સુધી ચાલુ રહેશે તેવી શક્યતાઓ છે.

નોંધનીય છે કે બે જ દિવસ પહેલા મેક્સિકોમાં આવા જ જોરદાર ભૂકંપના ઝટકા આવ્યા હતા જેની તીવ્રતા 7.6 હતી, જે બાદ લોકોના જીવ પડીકે બંધાયા હતા. મેક્સિકોમાં આવતા ભૂકંપના કારણે ત્સુનામીનો ખતરો પણ વધી જતો હોય છે.

error: