Satya Tv News

વાઘ રીપેરીંગ તેમજ ખરીદીમાં ભરૂચમાં જોવા મળી તેજી
દીકરીઓના ચહેરા પર ખુશી જોવા મળી રહી
આ વર્ષની નવરાત્રી જીવાદોરી સમાન સાબિત

આદ્યશક્તિ માં અંબાના આરાધના પર્વ નવરાત્રી આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે તબલા ,ઢોલ,હાર્મોનિયમ વિગેરે વાજિંત્રોના રિપેરિંગ અને ખરીદીમાં ઉત્સાહ જોવા મળી રહ્યું છે તેથી દીકરીઓના ચહેરા પર ખુશી જોવા મળી રહી છે

કોરોના કારણે બે વર્ષ બંધ રહેલા નવરાત્રી ઉત્સવની ઉજવણી નો ઉત્સાહ આ વર્ષે બેવડાયો છે ભરૂચ શહેર જિલ્લામાં ઠેર ઠેર નવરાત્રી મહોષોનું આયોજન થઈ રહ્યા છે. ખેલૈયાના તાલને નવો જોમ પૂરો પાડવા તબલા,ઢોલ હાર્મોનિયમ સહિતના વાજિંત્રોના બજારમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે વડીલો પાર્જીત રીતે વાજિંત્રો બનાવતા અને રીપેરીંગ કરતાં ભરૂચના માર્ગે છત્રીવાળાએ નવરાત્રી મહોત્સવને લઈ જણાવ્યું હતું કે કોરોનામાં પડી ભાંગેલા વાજિંત્ર બજારમાં જીવા દોરીનું નવું સંચર પૂરું પડી રહ્યું છે. કોરોનાના કપડાં બે વર્ષ બાદ આ વર્ષે તમામ તહેવારોની ઉજવણીમાં અનેરો ઉત્સાહ વર્તાઈ રહ્યો છે ત્યારે ગુજરાતની આગવી સંસ્કૃતિ ની ઓળખ એવા નવરાત્રી મહોત્સવના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ગુજરાત ભરમાં નવરાત્રી મહોત્સવને લઈને અનેરો ઉત્સાહ ખેલૈયાઓ સહિત નવરાત્રી મહોત્સવમાં સાથે સંકળાયેલા તમામ વ્યવસાયો માટે આ વર્ષની નવરાત્રી જીવાદોરી સમાન સાબિત થશે.

વિડિઓ જર્નાલિસ્ટ વીરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ભરૂચ

error: