ભરૂચ દહેજને જોડતાં મનુબર ચોકડી પાસે અકસ્માતનો બન્યો બનાવ.
બસ ચાલકે રોડ ક્રોસ કરતા 5 વર્ષીય બાળકને ટક્કર મારતા અડફેટે લીધો
5 વર્ષીય ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયા.
અકસ્માત બાદ બે કિલોમીટર સુધી ટ્રાફિક જામ
ભરૂચ દહેજ માર્ગ પર મનુબર ચોકડી પાસે હિટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં બસ ચાલકે રોડ ક્રોસ કરતા પાંચ વર્ષીય બાળકને અડફેટે લેતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ઘટનાને પગલે બે કિલોમીટર સુધી ટ્રાફિકજામ સર્જાયો હતો.
ભરૂચ ABC ચોકડીથી દહેજને જોડતા મુખ્ય માર્ગ હવે અકસ્માત ઝોન બની રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. આ મુખ્ય માર્ગ પર અવારનવાર અકસ્માતોના બનાવોમાં દિન પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે. તાજેતરમાં જ નંદેલાવ બ્રિજ નજીક એક ચાર વર્ષીય માસુમ બાળકીનું બસ અડફેટે મોત નિપજવાની ઘટનાની સાહિ હજુ સુકાય નથી ત્યાં બીજું અકસ્માત આજરોજ ભરૂચની મનુબળ ચોકડી ખાતે શ્રમજીવી પરિવાર રોડ ક્રોસ કરી રહ્યું હતુ. તે દરમિયાન શેરપુરાથી દહેજ જતી ખાનગી કંપનીની બસના ચાલકે પરિવારને અડફેટે લીધું હતુ. જેમાં પાંચ વર્ષે બાળકને મોઢાના ભાગે ગંભીર ઈજા પહોંચવા પામી હતી. જ્યારે પિતા અને માતાનું બચાવ થયો હતો.
આ ઘટનામાં ઈજાગ્રસ્ત બાળકીને સ્થાનિકો દ્વારા રિક્ષામાં તાત્કાલિક નજીકના દવાખાને સારવાર હેઠળ ખસેડવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે એબીસી ચોકડી થી મનુબર ચોકડી સુધીના માર્ગ પર વહીવટી તંત્ર દ્વારા વધતા જતા અકસ્માતના બનાવો અટકાવા પ્રયાસ હાથ ધરવા જોઈએ તેવી લોકમાંગ ઉઠી છે.
વિડીયો જર્નાલિસ્ટ વીરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ભરૂચ