Skip to main content

Satya Tv News

દેડીયાપાડા ખાતેથી એક સગીર વયની દીકરીનું અપહરણ
સગીર વયની દીકરીનું લગ્નની લાલચે અપહરણ
અપહરણ કરનાર ઈસમ સામે પોલીસે ગુનો દાખલ કર્યો

નર્મદા જિલ્લાના દેડીયાપાડા ખાતેથી એક સગીર વયની દીકરીનું લગ્નની લાલચે અપહરણ કરનાર ઈસમ સામે પોલીસે ગુનો દાખલ કર્યો છે.

જેમાં પ્રાપ્ત માહિતી અનુસાર ફરિયાદ આપનારની સગીર વયની એક દીકરી ને મનિશભાઇ અશોકભાઇ વસાવા રહે. નિવાલ્દા પેટ્રોલપંપની સામે તા. ડેડીયાપાડા જી.નર્મદા નામનો યુવાન ડેડીયાપાડા નવી નગરી દશામાતા મંદીર પાછળ થી પટાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી ભગાડી ગયો હોવાની સગીરાના વાલીની ફરિયાદ બાદ દેડીયાપાડા પોલીસે અપહરણ કરી ગયેલા યુવાન સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

વિડિઓ જર્નાલિસ્ટ સર્જન વસાવા સાથે સત્યા ટીવી દેડીયાપાડા

error: