Satya Tv News

ઉત્તરાખંડ (Uttarakhand)ના ઋષિકેશ (Rishikesh)માં પાંચ દિવસથી ગુમ થયેલી અંકિતા ભંડારી (Ankita Bhandari)નો મૃતદેહ મળતાં ખળભળાટ મચી ગયો છે. મૃતદેહ મળ્યા બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી તપાસ બાદ 24 કલાકમાં ત્રણેય આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આ કેસમાં રિસોર્ટના માલિક પુલકિત આર્ય (Pulkit Arya) મુખ્ય આરોપી છે. તેઓ ભાજપ (BJP)ના નેતા વિનોદ આર્યના પુત્ર છે. જો કે મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામીએ આ મામલે કડક કાર્યવાહી કરીને રિસોર્ટને તોડવાનો નિર્દેશ આપ્યો હતો.

સરકારના આદેશ અનુસાર ઋષિકેશ સ્થિત મુખ્ય આરોપી પુલકિત આર્યના વંતરા રિસોર્ટને તોડી પાડવામાં આવ્યું છે. આ માહિતી મુખ્યમંત્રીના વિશેષ મુખ્ય સચિવ અભિનવ કુમારે આપી છે. તેમણે કહ્યું કે, અંકિતા ભંડારીની કથિત રીતે હત્યા કરનાર પુલકિત આર્યની માલિકીનું ઋષિકેશમાં વંતરા રિસોર્ટને ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામીના આદેશ પર તોડી પાડવામાં આવી રહ્યું છે.

અંકિતા ભંડારી છેલ્લા પાંચ દિવસથી ગુમ હતી. પરંતુ લાશ મળ્યા બાદ પોલીસે તપાસ શરૂ કરી તો ખબર પડી કે તેની હત્યા કરવામાં આવી છે. જે બાદ પોલીસ એક્શનમાં આવી અને 24 કલાકમાં ત્રણેય આરોપીઓની ધરપકડ કરી લીધી. આ કેસમાં મુખ્ય આરોપી પુલકિત આર્ય છે, જે બીજેપી નેતા વિનોદ આર્યનો પુત્ર છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે તેઓ અંકિતા ભંડારીને એકાંત સ્થળે લઈ ગયા હતા અને તેને દારૂ પીવડાવ્યો હતો અને પછી દારૂના
ઉલ્લેખનીય છે કે અગાઉ આ મામલો રેવન્યુ પોલીસ પાસે હતો. પરંતુ બાદમાં મામલાની ગંભીરતાને જોતા લક્ષ્મણ ઝુલા પોલીસને કેસ સોંપવામાં આવ્યો હતો. લક્ષ્મણઝુલા પોલીસે આ મામલે કાર્યવાહી કરી હતી. સૂત્રોનું માનીએ તો પકડાયેલા ત્રણેય આરોપીઓએ અનેક રહસ્યો ખોલ્યા છે. પોલીસ આ મામલે ટૂંક સમયમાં ચોંકાવનારો ખુલાસો કરી શકે છે.

error: