સભાસદો ને બેન્ક પાસબુક અને શેર સર્ટિફિકેટ આપવામાં આવ્યા
ભરૂચ ના દેરોલ ખાતે ધી WBVF બચત અને ધિરાણ કરનારી સહકારી મંડળી લી. ની પ્રથમ વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી.વિવિધ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.સભસદો ને શેર સર્ટિફિકેટ અને બેન્ક પાસબુક આપવામાં આવી હતી.
વર્લ્ડ ભરુચી વહોરા ફેડરેશન એ એક સામાજિક સંસ્થા છે.જે આંતરરાષ્ટ્રીય સ્થળે કાર્ય કરી રહી છે.સંસ્થા દ્ધારા સંચાલિત ધી WBVF બચત અને ધિરાણ કરનારી સહકારી મંડળી લી. ભરૂચ ની સ્થાપના સમાજ ના સ્તર ને ઊંચુ લાવવા કરવામાં આવી છે.જેની પ્રથમ વાર્ષિક સાધારણ સભા દેરોલ ગામે રાખવામાં આવી હતી.મંડળી ના પ્રમુખ ઉસ્માનભાઈ પટેલ એ બોલતા કહ્યુ હતુ કે સમાજ ના લોકો દિન પ્રતિદિન વ્યાજ ના ખપ્પર માં હોમાઈ રહી છે.સમાજ ના લોકો ને વ્યાજ ના ચક્કર માંથી બહાર કાઢવાની આપણા સૌ ની જવાબદારી છે.આપણી બચત અને ધિરાણ મંડળી ને આપણે સધ્ધર બનાવી ને સમાજ ના આર્થિક રીતે નબળા લોકોને વગર વ્યાજ ની લોન આપી સહભાગી બનીશુ.આ પ્રસંગે મહમદભાઈ લાલાએ ૫૦૦૦ હજાર સભાસદો બનાવવા પર ભાર મુક્યો હતો.ઉપસ્થિત સભાસદો ને શેર સર્ટિફિકેટ અને બેન્ક પાસબુક અર્પણ કરવામાં આવી હતી.સૌથી વધુ સભાસદ બનાવનાર કોલવણા ના યાકુબ ઉઘરાદાર નું ખાસ સન્માન કરવામાં આવ્યુ હતુ.આ તબક્કે ઈકબાલભાઈ પાદરવાલા,ઉપ પ્રમુખ ઈંદ્રિશભાઈ કાઉજી,સેક્રેટરી રફીક પટેલ,સલીમભાઈ અમદાવાદી,ઈદ્રિશભાઈ સરનારાવાલા, ફારૂકભાઈ સબરજીસ્ટ્રાર, નાસિરભાઈ પટેલ,હનીફભાઈ,મેહફુઝાબેન
સહિત મોટી સંખ્યામાં સભાસદો ઉપસ્થિત રહ્યા હતા.
જર્નાલિસ્ટ ઝફર ગડીમલ સાથે સત્યા ટીવી વાગરા