Satya Tv News

રવિવારે રાજધાની દિલ્હીના મહેરૌલી વિસ્તારમાં પીડિતાએ બળાત્કારના આરોપીને ઘરમાં પૂરી દીધો હતો. ત્યાર બાદ તેણે 112 નંબર પર ફોન કરીને આરોપીને પોલીસને હવાલે કર્યો હતો. પોલીસે બળાત્કારના આરોપીની ધરપકડ કરી હતી. દક્ષિણ દિલ્હીના ડીસીપી ચંદન ચૌધરીએ જણાવ્યું – મહેરૌલી પીસીઆરમાં એક યુવતીએ 112 નંબર પર ફોન કર્યો હતો. યુવતી એરહોસ્ટેસ છે. જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી તો યુવતીએ જણાવ્યું હતું કે હરિજિત યાદવ નામની વ્યક્તિ, જેને તે છેલ્લા દોઢ મહિનાથી ઓળખતી હતી, તેણે દારૂના નશામાં તેની સાથે બળાત્કાર કર્યો હતો.

પોલીસે રૂમમાં બંધ હરિજિતની ઘટના સ્થળેથી ધરપકડ કરી હતી. હરિજિત ખાનપુરનો રહેવાસી છે અને કોંગ્રેસ પાર્ટીનો બ્લોક પ્રમુખ છે. આ મામલામાં મહિલાના નિવેદનના આધારે પોલીસે બળાત્કાર મામલે એફઆઈઆર નોંધી છે.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આરોપીને કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે. અમે એ પણ તપાસ કરી રહ્યા છીએ કે આરોપી અને પીડિતા વચ્ચે મિત્રતા કેવી રીતે થઈ. બંને ઓનલાઈન અથવા કોઈ અન્ય ચેનલ દ્વારા જોડાયેલાં હતા કે કેમ એની તપાસ કરવામાં આવી રહી છે. આ સાથે આરોપીઓના અન્ય કનેક્શનની પણ શોધ કરવામાં આવી રહી છે.

NCRB 2021ના ડેટા અનુસાર, 2021માં મહિલાઓ વિરુદ્ધ ગુનાના 13,892 કેસ નોંધાયા હતા, જેમાં બળાત્કારના 833 કેસનો સમાવેશ થાય છે. રિપોર્ટ અનુસાર, રાજધાનીમાં દરરોજ સરેરાશ બે યુવતી સાથે બળાત્કાર થાય છે.

error: