Satya Tv News

ભરૂચ GIDCની મેટલ ફાસ આઈ કંપનીની ઘટના
કામ કરતી વેળા મસ્તી કરવી કામદારને પડી ભારે
C ડિવિઝન પોલીસે મૃતદેહનો કબ્જો મેળવી આગળની તપાસ હાથધરી

ભરૂચ જીઆઈડીસી માં કેટલાક કામદારોને ચાલુ કામ દરમિયાન મસ્તી કરવાનો પરીણામ સાથી કામદારના મોતથી ચૂકવો પડ્યો હતો.

બનાવની મળતી વિગત અનુસાર ભરૂચ જીઆઇડીસી માં આવેલ મેટલ ફાસ આઈ કંપનીમાં કેટલાક કામદારો પ્લેટ ફોર્મ પર કામ કરી રહ્યા હતા તે દરમિયાન મહેશ બાબુ રાઠોડ ઉંમર વર્ષ 45 રહે.દાંડીયા બજાર અંબાજી મંદિર પાસેના ઓ સાથે મસ્તી કરતા હતા તે દરમિયાન કંપની માં આવેલ પ્લેટફોર્મ પરથી આચનક નીચે પટકાતા માથા ના ભાગે ગંભીર ઇજા પહોંચવા પામી હતી જેને તાત્કાલિક કંપની સ્ટાફ દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવા માં આવતા હાજર તબીબીએ મૃત જાહેર કર્યો હતો..આ ઘટનાની જાણ સી ડિવિઝન પોલીસને થતા પોલીસ ટીમ સિવિલ હોસ્પિટલ ખાતે પોહોંચી મૃતદેહનો કબ્જો મેળવી પ્રથમ અકસ્માત ગુન્હો નોંધી વધુ તપાસ હાથધરી હતી.

વીડિઓ જર્નાલિસ્ટ વીરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ભરૂચ

error: