આમોદ DGVCLના ટેકનીકલ કર્મચારીઓ દ્વારા આંદોલન
ગુજરાત ઉર્જા હિત રક્ષક સમિતિના નેજા હેઠળ આંદોલન
આંદોલન કાર્યક્રમના ભાગરૂપે કાળી પટ્ટી પહેરી સુત્રોત્સલ
આમોદ DGVCLના ટેકનીકલ કર્મચારીઓ દ્વારા ગુજરાત ઉર્જા હિત રક્ષક સમિતિના નેજા હેઠળ આંદોલન કાર્યક્રમના ભાગરૂપે કાળી પટ્ટી પહેરી સુત્રોત્સલ કર્યા હતા
ડી.જી.વી.સી.એલ. અને તેના સમગ્ર કંપનીમાં વર્ગ ત્રણ અને ચારમાં ટેકનિકલ ડેકરમાં ફરજ બજારના કર્મચારીઓ જીવના જોખમે કંપનીની પ્રતિષ્ઠામાં વધારો થાય અને કંપની સતત પ્રગતિ કરે તે માટે રાત દિવસ જોયા વિના સંપૂર્ણ નિષ્ઠાથી ફરજ બજાવી રહ્યા છે. ત્યારે આ કર્મચારીઓના પગાર ધોરણ અને પગાર ભથ્થાઓમાં વિસંગતતાઓ હોવાથી તેમને આર્થિક નુકસાન થઈ રહ્યું છે. જેની તેમના યુનિયન એસોસિયન દ્વારા વારંવાર રજૂઆત કરતા હતા.વારંવાર રજૂઆત કરવા છતાં માંગણીઓનું નિરાકરણ આવતું નથી.માંગણીઓનું તાત્કાલિક નિરાકરણ લાવવા માટે રજૂઆત કરવામાં આવેલ છે. અને જો આ માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો ના છૂટકે ઉગ્ર આંદોલન ના કાર્યક્રમો આપવાની ચીમકી ઉચ્ચારી હતી.
વિડિઓ જર્નાલિસ્ટ ઈરફાન પટેલ સાથે સત્યા ટીવી આમોદ