Satya Tv News

કરજણ તાલુકા ના અણસ્તુ ગામે રહેતો ૨૪ વર્ષીય યુવાન જંબુસર તાલુકા ના દહેગામ ગામે સાસરી મા કાકા ના દીકરા સાથે મહેમાન તરીકે આવેલ અને દહેગામ નજીક ગંગવા દરિયા કાંઠે સાળા સાથે ફરવા ગયેલ ત્યારે એકાએક ભરતી ના નીર આવી જતા મહેમાન તરીકે આવેલ જમાઈ તણાઈ ગયો હોવાના તેની સાથે ફરવા ગયેલ બે યુવાનો નો બચાવ થયો હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે.

કરજણ તાલુકા ના અણસ્તુ ગામે રહેતો યોગેશ ભાઇ લાલજી રાઠોડ ઉ.વ.૨૪ તેના કાકા ના દીકરા પ્રકાશ કાલીદાસ રાઠોડ સાથે જંબુસર તાલુકા ના દહેગામ ગામે પોતાની સાસરી મા જયંતીભાઈ રાઠોડ ના ઘરે મહેમાન તરીકે ફરવા આવ્યો હતો. ગત મોડી સાંજે યોગેશભાઇ લાલજી રાઠોડ તેના ભાઇ પ્રકાશ તથા સાળો પ્રવીણ રાઠોડ સાથે ગંગવા દરિયા કાંઠે ફરવા ગયા હતા. અને દરિયા મા અંદર સુધી ગયા હતા તે દરમિયાન એકાએક ભરતી ના નીર આવતા અચાનક પાણી નો પ્રવાહ વધી જતા ત્રણેય પાણી ના પ્રવાહ મા ખેંચાવા લાગ્યા હતા. પ્રકાશ તથા પ્રવિણ તરતા તરતા બહાર નીકળવા મા સફળ થયા હતા જયારે યોગેશભાઇ રાઠોડ ભરતી ના નીર મા તણાઈ ગયો હતો. બચી ગયેલ બંને યુવાનોએ ગામ મા જઈ ને પરીવાર ને તથા ગ્રામજનો ને હકીકત થી વાકેફ કરતા તણાઈ ગયેલ જમાઈ યોગેશભાઇ રાઠોડ ની શોધખોળ દરીયા મા ગીગ લઈ ને આદરી હતી પરંતુ આ લખાય છે ત્યાં સુધી મા તણાઈ ગયેલ જમાઈ યોગેશભાઇ લાલજી રાઠોડ ના કોઈ સગડ મળ્યા નથી. બનાવ સંદર્ભે કાવી પોલીસ મથકે પ્રવિણ જયંતીભાઈ રાઠોડે જાહેરાત આપતા કાવી પોલીસે તેની નોંધ કરી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.એ.પરમારે દરીયા મા તણાઈ ગયેલ યોગેશ ના સગડ મેળવવા ની તજ વીજ હાથ ધરી છે.

વિડિઓ જર્નાલિસ્ટ વિવેક પટેલ સાથે સત્યા ટીવી જંબુસર

error: