Satya Tv News

સિરિયલમાં દયાબેનનું પાત્ર પરત ફરશે, દિશા વાકાણી સાથે વાતચીત ચાલુ

લોકપ્રિય કોમેડી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છેલ્લાં 14 વર્ષથી ચાહકોનું મનોરંજન કરી રહી છે. આ સિરિયલમાં છેલ્લાં ઘણાં વર્ષોથી દયાબેન એટલે કે દિશા વાકાણી જોવા મળતી નથી. હવે ચર્ચા છે કે દિવાળી પહેલાં મેકર્સ દયાબેનને લઈને આવશે.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, મેકર્સ દયાબેનના પાત્રમાં દિશા વાકાણીને પરત લાવવાનું વિચારી રહ્યા છે. તેઓ દિશા વાકાણીના સંપર્કમાં છે. હવે મેકર્સ માટે દયાબેનનું પાત્ર ટોપ પ્રાયોરિટી બની ગઈ છે. તેઓ કોઈ પણ કિંમતે દયાબેનના પાત્રને સિરિયલમાં પરત લાવવા માગે છે. મેકર્સે મનથી નક્કી કરી નાખ્યું છે કે જો આ વખતે દિશા વાકાણી કમબેક નહીં કરે તો અન્ય એક્ટ્રેસને લેવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ઓક્ટોબર અથવા નવેમ્બરમાં દયાબેન શોમાં જોવા મળશે. જોકે, દિશા વાકાણી માને છે કે પછી કોઈ નવી એક્ટ્રેસ જોવા મળશે તે માટે તો દર્શકોએ રાહ જોવી મળશે.

મીડિયા ઇન્ટરવ્યુમાં અસિત મોદીએ કહ્યું હતું કે તેમની પાસે હવે દયાબેનના પાત્રને પરત ના લાવવા માટે કોઈ કારણ નથી. ખરી રીતે તો છેલ્લા થોડા સમયમાં બધાએ મુશ્કેલીઓનો સામનો કર્યો છે. 2020-21નું વર્ષ દરેક લોકો માટે મુશ્કેલ રહ્યું છે. જોકે હવે પરિસ્થિતિ સુધરતી જાય છે. 2022માં કોઈ પણ સારા સમયે દયાબેનના પાત્રને સિરિયલમાં પરત લાવવામાં આવશે. દર્શકોને ફરી એકવાર જેઠાલાલ તથા દયાભાભી પોતાના મીઠા ઝઘડાથી એન્ટરટેઇન કરશે.

દિશાએ 2015માં મુંબઈના CA મયૂર પડિયા સાથે લગ્ન કર્યા હતા. દિશાએ 2017માં નવેમ્બર મહિનામાં દીકરી સ્તુતિને જન્મ આપ્યો હતો. દિશાએ ઓક્ટોબર, 2017થી મૅટરનિટી બ્રેક લીધો હતો. દિશા છ મહિનાના બ્રેક બાદ શોમાં પરત ફરવાની હતી. જોકે તે આજદિન સુધી પાછી આવી નથી. ત્યાર બાદ 2022માં દિશા દીકરાની માતા બની હતી. આ દરમિયાન અનેકવાર એ વાતની ચર્ચા થઈ હતી કે દિશા વાકાણી શોમાં પરત ફરે છે.

દિશા વાકાણી ‘તારક મહેતા..’માં 2008થી જોડાયેલી છે. દિશાએ ઓક્ટોબર, 2017થી મૅટરનિટી બ્રેક લીધો હતો. દિશા છ મહિનાના બ્રેક બાદ શોમાં પરત ફરવાની હતી. જોકે તે આજ દિન સુધી પાછી આવી નથી. આ દરમિયાન અનેકવાર એ વાતની ચર્ચા થઈ હતી કે દિશા વાકાણી શોમાં પરત ફરે છે. 2019માં ઓક્ટોબરમાં દિશા વાકાણી જોવા મળી હતી. એ સમયે દિશા વાકાણીએ ફોન પર જેઠાલાલ સાથે વાત કરી હતી. મીડિયા રિપોર્ટ્સના મતે, દિશાએ શોના એક એપિસોડદીઠ 1.5 લાખ રૂપિયાની ડિમાન્ડ કરી છે. આ ઉપરાંત તેણે મેકર્સ પાસે શરત મૂકી છે કે તે દિવસમાં માત્ર ત્રણ કલાક જ શૂટિંગ કરશે, કારણ કે તે પોતાનો સમય પરિવારને આપવા માગે છે. જોકે પછી દિશા વાકાણી કે પ્રોડ્યુસર્સે આ અંગે કંઈ જ કહ્યું નહોતું.

Created with Snap
error: