ભરૂચ બંગાળી સમાજ ઝાડેશ્વર દ્વારા દુર્ગા પૂજાનો પ્રારંભ
મુખ્ય દંડકના હસ્તે દીપ પ્રાગટ્ય
દીપ પ્રાગટ્ય કરી ઉત્સવની શરૂઆત
ભરૂચમાં ઝાડેશ્વર સ્થિત રાજ્યના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલના હસ્તે દીપ પ્રાગટ્ય કરી ઉત્સવની શરૂઆત કરવામાં આવી હતી.
ભરૂચ જિલ્લામાં રોજગાર ધંધા અર્થે સ્થાયી થયેલ બંગાળી સમાજ છેલ્લા ૩૦ વર્ષ ઉપરાંતથી આસો નવરાત્રિમાં દુર્ગા મહોત્સવની ઉજવણી કરતો આવ્યો છે. આ પર્વ આસો નવરાત્રીના પાંચમના દિવસે દુર્ગા માતાજીની વિધિવત ધાર્મિક પૂજન સ્થાપના કરી આસો નવરાત્રીની નોમ સુધી માતાજીની ભક્તિમાં બંગાળી સમાજ મગ્ન બની જતો હોય છે,જેમાં આજ રોજ ઝાડેશ્વર બંગાળી સમાજ દ્વારા હરનાથ મહાદેવ મંદિર નજીક દુર્ગા માતાજીની 11 ફૂટની મૂર્તિની પ્રતિષ્ઠા કરી બંગાળી સમાજ દ્વારા માતાજીની ભક્તિ કરી દુર્ગાષ્ટમી પર્વની ભવ્ય ઉજવણી રાજ્ય મુખ્ય દંડક દુષ્યંત પટેલ,નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડા ના હસ્તે દીપ પ્રાગટ્ય કરી મહોત્સવનું પ્રારંભ કરવામાં આવ્યું હતું..જેમાં ઝાડેશ્વર બંગાળી સમાજ કમિટી ના સભ્યો સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.આ ઉત્સવ નવરાત્રિના પાંચ દિવસ સુધી વિવિધ ધાર્મિક કાર્યકર્મોનું આયોજન કરી દુર્ગાઅષ્ટમીની ઉજવણી કરવામાં આવનાર છે.
વિડિઓ જર્નાલિસ્ટ વીરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ભરૂચ