વડાપ્રધાન નરેન્દ્ર મોદી 1 ઓક્ટોબર શનિવારના રોજ 5G સર્વિસ લોન્ચ કરી છે. ભારતને નવી ભેટ મળી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે 5G સર્વિસ લોન્ચ કરી છે. આની શરૂઆત એરટેલ વારાણસીથી અને જિયો અમદાવાદના એક ગામથી શરૂ કરવામાં આવી છે. આ દરમિયાન બંને રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ ત્યાં હાજર રહ્યા હતા. 5G સર્વિસ લોન્ચ કરતા ભારત ટેકનોલોજીના નવા યુગમાં પ્રવેશ્યું છે.
આજથી દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે ટેલિકોમ ઉદ્યોગની એક ઈવેન્ટ ઈન્ડિયન મોબાઈલ કોંગ્રેસ 2022ની છઠ્ઠી આવૃત્તિ શરૂ થઈ રહી છે, જે 4 દિવસ સુધી ચાલશે. આ ઈવેન્ટમાં પીએમ 5જી સર્વિસ લોન્ચ કર્યું. આ કાર્યક્રમમાં મુકેશ અંબાણી, સુનીલ મિત્તલ અને કુમાર મંગલમ બિરલા જેવા દિગ્ગજ ઉદ્યોગપતિઓ પણ હાજરી આપી હતી.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ કાર્યક્રમમાં કહ્યું કે 5G ડિજિટલ કામધેનુ છે. આ ટેક્નોલોજી ભારતીયોના જીવનમાં હેલ્થ, વેલ્થ અને હેપ્પીનેસ લાવશે. આનાથી સારી આરોગ્ય સેવા પૂરી પાડવાનું શક્ય બનશે.
અત્યારે આપણા સ્માર્ટફોનમાં જે સેલ્યુલર બ્રોડબેન્ડ નેટવર્ક આવી રહ્યું છે એ 4G યાને કે ફોર્થ જનરેશન એટલે કે ચોથી પેઢીનું છે. મોબાઇલ કમ્યુનિકેશન્સની દરેક નવી જનરેશન સામાન્ય રીતે દર 10 વર્ષે બદલાય છે. દરેક નવી પેઢી વધુ મોટા અને પહોળા ફ્રિક્વન્સી બેન્ડનો ઉપયોગ કરે છે અને એટલે જ વધુ માહિતીનું વહન કરી શકે છે. 4G કરતાં 5G ટેક્નોલોજી એકસાથે 100 ગણા વધારે યુઝર્સને એકસાથે સર્વિસ પૂરી પાડી શકે છે. 5G સર્વિસનું ઇન્ટરનેટ પણ 50 Mbpsથી 1,000 Mbpsની ગંજાવર સ્પીડ આપે છે.
ઈન્ડિયન મોબાઈલ કોંગ્રેસમાં જતા પહેલા વડાપ્રધાને ટ્વિટ કર્યું – દેશમાં 5જી ક્રાંતિ શરૂ થવા જઈ રહી છે. હું ખાસ કરીને ટેક વર્લ્ડ, સ્ટાર્ટઅપ વર્લ્ડ અને મારા યુવા મિત્રોને આ કાર્યક્રમમાં જોડાવા માટે અપીલ કરું છું. આ ઇવેન્ટ 4 દિવસ સુધી ચાલશે.
વડાપ્રધાને Jio પેવેલિયનની મુલાકાત લીધી હતી. તેણે પેવેલિયનમાં પ્રદર્શિત ટ્રુ 5G ઉપકરણોને જોયા અને Jio ગ્લાસના માધ્યમ દ્વારા યુઝ કેસેજનો એક્સપીરિયન્સ કર્યો. તેમણે યુવા Jio એન્જિનિયરોની ટીમમાંથી એન્ડ-ટુ-એન્ડ 5G ટેક્નોલોજીના સ્વદેશી વિકાસને સમજ્યા હતી. તેમને જણાવવામાં આવ્યું હતું કે કેવી રીતે 5G શહેરી અને ગ્રામીણ આરોગ્યસંભાળ વચ્ચેના અંતરને દૂર કરી શકે છે.
કેન્દ્રીય સંચાર, ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું- 5G સેવાઓથી શિક્ષણ, આરોગ્ય, કૃષિ, જેવા ઘણા ક્ષેત્રોને ફાયદો થશે. લોજિસ્ટિક્સ, બેન્કિંગમાં મૂળભૂત પરિવર્તન આવશે અને નવી શક્યતાઓ ઊભી થશે. ડિજિટલ ક્ષમતાને મધ્યમાં રાખીને તેની ચારેય તરફ નવી સેવાઓ ઉપલબ્ધ થશે.
Jio, Vodafone અને Airtel લાઈવ ડેમો આપશે
ભારતમાં 5G ટેક્નોલોજીની સંભવિતતા દર્શાવવા માટે, દેશના ત્રણ મોટા ટેલિકોમ ઓપરેટરો વડાપ્રધાન સમક્ષ એક એખ યુઝ કેસનું ડેમોંસટ્રેશન કરશે. જ્યારે, પીએમ મોદી VR અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને રીઅલ-ટાઇમમાં કામ પર દેખરેખ રાખવા માટે ડાયસથી લાઇવ ડેમો લેશે. ડ્રોન આધારિત ખેતી, સ્વચાલિત માર્ગદર્શિત વાહનો, સ્માર્ટ એમ્બ્યુલન્સ, સ્માર્ટ-એગ્રી પ્રોગ્રામ્સ અને આરોગ્ય નિદાન જેવી બાબતોનું પણ વડાપ્રધાન સમક્ષ પ્રદર્શન કરવામાં આવશે.
રિલાયન્સ જિયો મુંબઈની એક શાળાના શિક્ષકને મહારાષ્ટ્ર, ગુજરાત અને ઓડિશાના ત્રણ અલગ-અલગ સ્થળોના વિદ્યાર્થીઓ સાથે જોડશે. આ દ્વારા જણાવવામાં આવશે કે કેવી રીતે 5G શિક્ષકોને વિદ્યાર્થીઓની નજીક લાવીને, તેમની વચ્ચેના ભૌતિક અંતરને દૂર કરીને શિક્ષણને સરળ બનાવશે.
એરટેલ તેના ડેમોમાં ઉત્તર પ્રદેશની એક વિદ્યાર્થીનીનો સમાવેશ કરશે. તે વિદ્યાર્થીને વર્ચ્યુઅલ અને ઓગમેન્ટેડ રિયાલિટીની મદદથી સોલાર સિસ્ટમ વિશે શીખવવામાં આવશે. તે સ્ટુડન્ટ હોલોગ્રામ દ્વારા સ્ટેજ પર હાજર રહેશે અને પીએમ સાથે તેના શીખવાનો અનુભવ શેર કરશે.
વોડાફોન આઈડિયા દિલ્હી મેટ્રોની નિર્માણાધીન ટનલમાં કામદારોની સુરક્ષાનું ડાયસ પર ટનલના ‘ડિજિટલ ટ્વીન’ના નિર્માણ દ્વારા ડેમોંસ્ટ્રેશન કરશે. ડિજિટલ ટ્વીન રિમોટ લોકેશનથી કામદારોને રીઅલ-ટાઇમમાં સેફ્ટી એલર્ટ પ્રદાન કરવામાં મદદ કરશે.
5G શરુ થવાથી શું ફાયદો થશે?
5G ઈન્ટરનેટ સેવાની શરુઆત સાથે ભારતમાં ઘણું બધું બદલાવાનું છે. આ માત્ર લોકોના કામને સરળ બનાવશે નહીં, પરંતુ મનોરંજન અને સંચાર ક્ષેત્રે પણ ઘણો બદલાવ થશે. એરિક્સનની કંપની 5G માટે કામ કરે છે, તેનું એવું માનવું છે કે 5 વર્ષમાં ભારતમાં 50 કરોડથી વધુ 5G ઇન્ટરનેટ યુઝર હશે.