Satya Tv News

વડોદરામાં રહેતા એક્સ આર્મી મેનનો મૃતદેહ મળ્યો
વિજય સિંધવાનો મૃતદેહ વાઘોડિયામાં મળી આવતા ચકચાર
હાલ ONGCમાં સિક્યુરિટીમાં ફરજ બજાવતા હતા

વડોદરા શહેરના દંતેશ્વર તરસાલી વિસ્તારમાં રહેતા એક્સ આર્મી મેન વિજય સિંધવા નો મૃતદેહ વાઘોડિયા રોડ ગણેશ નગર પાસે ગાડીમાં મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.

ગાડીમાં મૃતદેહ મળ્યો હોવાની જાણ પોલીસને કરાતા પાણીગેટ પોલીસ ઉપરાંત પીસીબી શાખાના અધિકારીઓ અને કર્મચારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને ને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની સાથે એક્સિડેન્ટલ ડેથ નો ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે. વિજય સિંધવા હાલ ONGC માં સિક્યુરિટી માં ફરજ બજાવતા હતા અને પત્નીથી અલગ રહેતા હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે.

બ્યુરો રિપોર્ટ સત્યા ટીવી વડોદરા

error: