Satya Tv News

ઉત્તર પ્રદેશના ભદોહી જિલ્લાના ઔરાઈ સ્થિત દુર્ગા પૂજા પંડાલમાં રવિવારે રાત્રે લાગેલી ભીષણ આગમાં બે બાળકો અને એક 45 વર્ષીય મહિલા સળગી જવાથી મૃત્યુ નિપજ્યું છે.

આ અકસ્માતમાં કુલ 64 લોકો દાઝી ગયા હતા, જેમને સારવાર માટે અલગ-અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, દુર્ગા પૂજા પંડાલમાં ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અકસ્માત સમયે પંડાલમાં 150થી વધુ લોકોનું ટોળું હાજર હતું.

ઘટના જોનારના જણાવ્યા પ્રમાણે, સ્થળની નજીક અચાનક આગ ફાટી નીકળી હતી અને જોત જોતામાં આગએ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જે બાદ પંડાલમાં નાસભાગ મચી ગઈ હતી. સળગેલા લોકોને ઉતાવળમાં વિવિધ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પંડાલમાં જગ્યા ઓછી હતી, જેના કારણે લોકોને બહાર આવવામાં ઘણો સમય લાગ્યો અને મોટી સંખ્યામાં લોકો દાઝી ગયા.

દુર્ગા પૂજા પંડાલની પાછળ એક તળાવ હતું.લોકોને બચવા માટે રસ્તા તરફ એક જ રસ્તો હતો. મોડી રાત્રે તળાવમાં પણ તરવૈયાઓની મદદથી તપાસ કરવામાં આવી હતી. ભદોહી જિલ્લા મેજિસ્ટ્રેટ ગૌરાંગ રાઠીએ જણાવ્યું કે આ અકસ્માતમાં 12 વર્ષીય અંકુશ સોની, 10 વર્ષીય નવીન અને 45 વર્ષીય જયા દેવીનું મોત થયું છે. જેમાં કુલ 64 લોકો દાઝી ગયા હતા. વારાણસીમાં 42, પ્રયાગરાજમાં ચાર અને ભદોહીની વિવિધ હોસ્પિટલમાં અન્ય લોકોની સારવાર ચાલી રહી છે. જિલ્લા મેજિસ્ટ્રેટની અધ્યક્ષતામાં તપાસ માટે SIT ટીમની રચના કરવામાં આવી છે, જે સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. આગ કયા કારણોસર લાગી તેની તપાસ કરવામાં આવી રહી છે. ડીએમએ કહ્યું કે જે પણ દોષિત હશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

error: