Satya Tv News

પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાની હત્યા બાદ હવે લોકપ્રિય પંજાબી સિંગર અલ્ફાઝ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.અલ્ફાઝ હામલાં મોહાલીની ફોર્ટિસ હોસ્પિટલમાં એડમિટ છે. હવે સિંગર હની સિંહે અલ્ફાઝની હેલ્થ અંગે વાત કરી છે.

સિંગર અલ્ફાઝ પરના હુમલાની વાત રેપર હની સિંહે આપી હતી. તેણે ફોટો શૅર કરીને હુમલા અંગે વાત કરી હતી. હની સિંહે અન્ય એક પોસ્ટ શૅર કરીને અલ્ફાઝની તબિયત વિશે માહિતી આપી છે. તેણે મોહાલી પોલીસનો આભાર પણ વ્યક્ત કર્યો છે. હનીએ પોસ્ટમાં કહ્યું હતું, ‘અલ્ફાઝને હોસ્પિટલમાં મળીને આવ્યો. તે ICUમાં છે અને તેની હાલત ગંભીર છે. મહેરબાની કરીને તેની માટે પ્રાર્થના કરો.’

સૂત્રોના મતે, શનિવાર, 1 ઓક્ટોબરની રાત્રે મોહાલીના પલ ઢાબામાં અલ્ફાઝ પોતાના ત્રણ મિત્રો ગુરપ્રીત, તેજી તથા કુલજીત સાથે બહાર આવતો હતો. અહીંયા તેમે એક કસ્ટમર તથા ઢાબાના માલિકને પૈસા માટે ઝઘડતા જોયા હતા. કસ્ટમરે અલ્ફાઝને વિનંતી કરી હતી કે તે ઢાબાના માલિક સાથે વાત કરે અને અલ્ફાઝે વાત પણ કરી હતી. જોકે, ઢાબાનો માલિક પૈસા આપવા માટે તૈયાર નહોતો અને પછી કસ્ટમરે તેનો ટેમ્પો લઈને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન અલ્ફાઝ વચ્ચે આવી ગયો અને તેણે કસ્ટમરને ટેમ્પોથી કચડવાનો પ્રયાસ કર્યો અને તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. હુમલા બાદ અલ્ફાઝને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો હતો. હુમલો કરનાર વ્યક્તિનું નામ વિશાલ છે. તેની વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી.

પંજાબી મ્યૂઝિક વર્લ્ડમાં અલ્ફાઝનું નામ મોટું છે. તે એક્ટર, મોડલ તથા રાઇટર પણ છે. તેનું સાચું નામ અમનજોત સિંહ પંવાર છે. તેનો જન્મ ચંદીગઢમાં થયો છે. તેણે 2011માં ‘હાય મેરા દિલ..’ ગીતથી સિંગિંગ ડેબ્યૂ કર્યું હતું. 2013માં તેની પહેલી ફિલ્મ ‘જટ્ટ એરવેઝ’ હતી. અલ્ફાઝે 14 વર્ષની ઉંમરથી ગીત લખવાની શરૂઆત કરી હતી. 12 વર્ષની ઉંમરમાં કૉલ સેન્ટરમાં કામ કર્યું હતું

error: