Satya Tv News

ડેડીયાપાડામાં લાખો રૂપિયાની પાણીની ટાંકી શોભાના ગાંઠિયા સમાન;

“નલ સે જલ યોજના” થકી પાણી પહોંચાડવામાં અસફળ

ગાજરગોટા ગામમાં ઘરે ઘરે પાણી પહોંચાડવામાં તંત્ર અસફળ

ડેડીયાપાડા તાલુકામાં આવેલ ગાજરગોટા ગામમાં ઘણા વર્ષો પહેલા વાસ્મો દ્વારા પાણીની ટાંકી બનાવવામાં આવેલ છે, પરંતુ એ પાણીની ટાંકી માં અત્યાર સુધીમાં એક પણ પાણીની ટીપુ ભરવામાં આવ્યું નથી અને જો પાણી ભરવામાં આવે તો કોઈ મોટી જાનહાની થવાની શક્યતા સેવાઈ રહી છે

ડેડીયાપાડા તાલુકામાં આવેલ ગાજરગોટા ગામમાં બનાવેલ ટાંકીમાં પાણી ભરવામાં આવે તો કોઈ મોટી જાનહાની થવાની શક્યતા સેવાઈ રહી છે.કેમકે આ પાણીની ટાંકીનું કામ એકદમ તકલાદી રીતે થયું છે એ પાણીની ટાંકીને સામાન્ય રીતે હલાવવાથી આખી ટાંકી હલિયા કરે છે સરકાર આવા પ્રોજેક્ટ બનાવીને લોકોના ટેક્સના નાણાનો દૂર ઉપયોગ થતો હોય તો આવા પ્રોજેક્ટમાં તંત્ર દ્વારા બરાબર દેખરેખ રાખીને આમ નાગરિકની સુખાકારીમાં વધારો થાય એવા પ્રયત્ન કરવા જોઈએ.

અત્રે ઉલ્લેખનીય છે કે એજ વાસ્મો પ્રોજેક્ટની ખરાબ ટાંકીને ફક્ત કલર કામ કરીને ફરીવાર નલ સે જલ યોજના દ્વારા ઘરે ઘરે પાણી પોહચાડવાં માટે ઉપયોગમાં લેવામાં આવેલ છે, પરંતુ ખરાબ ટાંકી હોવા ના લીધે એમાં પાણી ભરી શકતા જ નથી તેથી જેતે નલ સે જલ યોજના શોભાના ગાંઠિયા સમાન બની ગઈ છે એટલેજ હજુ સુધી પણ નલ સે જલ યોજના થકી ગાજર ગોટા ગામમાં ઘરે ઘરે પાણી પહોંચાડવામાં તંત્ર અસફળ સાબિત થયું છે.

આવી બધી યોજનાઓ અને પ્રોજેક્ટોમાં ઉચ્ચ સ્તરીએ તપાસના આદેશ થાય તો મસમોટા કોભાડો બહાર આવે તેવી શક્યતા છે.

વિડિઓ જર્નાલિસ્ટ સર્જન વસાવા સાથે સત્યા ટીવી દેડીયાપાડા

error: