વિધાનસભા ચૂંટણી પૂર્વે જ અચાનક રાજીનામાં પડી જતા BTPનું અસ્તિત્વ જોખમાય તેવી શક્યતા, BTP અને BTTS ના કાર્યકરો અને નેતાઓ કાયા પક્ષમાં જોડાય તેના પર સૌ ની નજર
નર્મદા જિલ્લાના રાજકારણને લઇ તાજેતરમાં સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે BTP અને BTTS ના કાર્યકરો અને નેતાઓએ અચાનક રાજીનામાં ધરી દેતા ચકચાર મચી છે.
નર્મદા જિલ્લામાં BTP અને BTTSમાં રાજકીય ભૂકંપ સર્જાયો છે.ચૈતર વસાવા સહિત અનેક દિગ્ગજોએ સોશિયલ મીડિયામાં રાજીનામું વહેતા કર્યા.149-ડેડીયાપાડા વિધાનસભાનાં સંભવિત ઉમેદવાર માનવામાં આવી રહ્યા છે હવે જોવું રહ્યું કે ચૈતર વસાવા કઈ રાજકીય પાર્ટીથી ચૂંટણી લડે છે.BTP અને BTTSના આગળ પડતાં હોદેદારો એકી સાથે રાજીનામું ધરી દેતા ભારતીય ટ્રાઇબલ પાર્ટીનું અસ્તિત્વ જોખમાય તેવી પરિસ્થિતિ સર્જાય છે.BTP નર્મદા જિલ્લા પ્રમુખ અને BTTS ના પ્રદેશ અધ્યક્ષ ચૈતર વસાવાએ સ્વૈચ્છિક રાજીનામું આપ્યું છે સાથેજ BTP ડેડીયાપાડાના પ્રમુખ દેવેન્દ્ર વસાવાએ પણ સ્વૈચ્છિક રાજીનામું આપ્યું.BTP ડેડીયાપાડાના ઉપપ્રમુખ જગદીશ વસાવાએ અને BTPના માજી તાલુકા પંચાયત પ્રમુખ અને સક્રિય કાર્યકર માધવસિંહ વસાવાએ પણ સ્વૈચ્છિક રાજીનામું આપ્યું છે.