જંબુસર ગટરની ગંદકીના સમ્રાજ્યથી નગરજનો ત્રાહિમામ
નિચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર ગટરના ગંદા પાણીનો પ્રવાહ
પાલિકા તંત્ર જાણે ઘોર નિદ્રામાં હોય તેમ લાગી રહ્યું
જંબુસર નગરમાં નિચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર ગટરના ગંદા પાણીનો પ્રવાહ રોડ ઉપર કાયમ ફેલાતો હોવાથી રહીશો પરેશાન ગટરની ગંદકીના સમ્રાજ્યથી નગરજનો ત્રહિમામ પોકારી ઉઠ્યા છે.
જંબુસર નગરપાલિકા દ્વારા નિચાણવાળા વિસ્તારોમા ગટરની સમસ્યાઓનો કોઇ હલ નહીં આવતા રહીશો હેરાન પરેશાન જોવા મળી રહ્યા છે જંબુસર નગર એ ગંદુસર ની ઉક્તિ સાર્થક થતી હોય જંબુસર નગરના નિચાણવાળા વિસ્તારોમાં મંગણદી ભાગોળ શાકમાર્કેટ એસટી ડેપો મુખ્ય રોડ કાયમી ગટરો ઊભરાવાની સમસ્યાઓ સર્જાતી હોય છે પાલિકા તંત્ર ને આવેદન પત્રો આપવા છતા સત્તાધીશો દ્વારા ઉકેલ નહી આવતા જંબુસરની જનતાને ગઁદકી અને રોગચાળા ને હવાલે છોડી દીધા હોય તેમ નાગરિકો મા ચિંતા સેવાઇ રહી છે.પાલિકા તંત્ર જાણે ઘોર નિદ્રામાં હોય તેમ સત્તાધીશોના બહેરા કાને જનતાનો અવાજ પહોંચી રહ્યો નથી તેમ લાગી રહ્યું છે ઉભરાતી ગટરોના પ્રશ્ને પાલિકા દ્વારા કોઇપણ નિરાકરણ લાવવામાં આવતું નથી ઉભરાતી ગટરોનાગંદા પાણી રોડ ઉપર ફેલાતા વેપાર ધંધા ને પણ અસર થતી હોય જેને લીધે વેપારી ઓ મા ચિંતા સતાવી રહી છે હાલ જંબુસર નગરમાં નવરાત્રિ જેવા તહેવારો ચાલી રહ્યા છે પરંતુ આ વિસ્તારોમાં લાઇટની પણ સમસ્યાઓ જોવા મળે છે રાત્રિ દરમ્યાન નાગરિકો ને ડેપો વિસ્તાર માંથી ગટરના ગંદા પાણી પરથી પસાર થવું પડે છે ઊભરાતી ગટર ના પાણી નદી સમાન દૃશ્યો જોવાઈ રહ્યા છે જંબુસર નગરપાલિકાના વિરોધપક્ષના નેતા દ્વારા પણ પાલિકાના પ્રમુખને વારંવાર રજુઆત કરવામાં આવે છે પરંતુ સમસ્યાઓનું કંઇ નિરાકણ જોવા મળતું નથી જંબુસરના નગર પાલિકા આ સમસ્યા બાબતે ધ્યાન આપે તેમ જનતા ઇચ્છી રહી છે
વિડિઓ જર્નાલિસ્ટ વિવેક પટેલ સાથે સત્યા ટીવી જંબુસર