Satya Tv News

સુષ્મિતા સેનનો આ લુક તેની આગામી વેબ સિરીઝ ‘તાલી’નો છે. જેમાં તે ટ્રાન્સજેન્ડર એક્ટિવિસ્ટ ગૌરી સાવંતના રોલમાં નજર આવશે.
આર્યની સફળતા પછી હવે સુષ્મિતા એક નવી સિરીઝ લઈને આવી રહી છે

સુષ્મિતા સેન ઘણા સમયથી બોલિવૂડથી દૂર હતી પણ OTT પ્લેટફોર્મ આવ્યા પછી તેની કારકિર્દીને નવી ઉડાન મળી હોય એવું લાગી રહ્યું છે. સુષ્મિતા સેને આર્ય સિરીઝથી કમબેક કર્યું હતું કર્યું હતું અને એ પછીથી એક્ટિંગની દુનિયામાં તેની બીજી ઇનિંગ શરૂ થઈ છે એવું લાગી રહ્યું છે. આર્યની સફળતા પછી હવે સુષ્મિતા એક નવી સિરીઝ લઈને આવી રહી છે. હાલ જ તેના સોશ્યલ મીડિયા પર તેને એક નવો લુક શેર કર્યો છે જે હાલ ઘણો વાયરલ થઈ રહ્યો છે. જણાવી દઈએ કે સુષ્મિતા સેનનો આ લુક તેની આગામી વેબ સિરીઝ ‘તાલી’નો છે. જેમાં તે ટ્રાન્સજેન્ડર એક્ટિવિસ્ટ ગૌરી સાવંતના રોલમાં નજર આવશે.

સુષ્મિતા સેન ફરી એકવાર OTT પર તેની એક્ટિંગનો જાદુ બતાવવા માટે તૈયાર છે. આવનારી સીરિઝમાં સુષ્મિતા સેન આ સિરીઝમાં ટ્રાન્સજેન્ડર ગૌરી સાવંતની ભૂમિકામાં નજર આવશે. પોસ્ટર શેર કરતા સુષ્મિતા સેને લખ્યું હતું કે, ”તાળી વગાડીશ નહીં પણ વગાવડાવીશ’. ગૌરી સાવંતના રૂપમાં તેનો ફર્સ્ટ લુક. આ અદ્ભુત માણસને પડદા પર લાવવા અને તેની વાર્તા દુનિયા સમક્ષ રજૂ કરવાનો મોકો મને મળ્યો તેનાથી વધુ મને શું જોઈએ. દરેકને સન્માન સાથે જીવવાનો અધિકાર છે. ‘ જણાવી દઈએ કે મરાઠી ફિલ્મ નિર્માતા રવિ જાધવ આ વેબ સિરીઝનું ડિરેક્શન કરી રહ્યા છે.

ટ્રાન્સજેન્ડર ગૌરી સાવંત એક એક્ટિવિસ્ટ છે જે વિક્સની એડમાં નજર આવી હતી. જણાવી દઈએ કે ગૌરીએ વિક્સની એડથી ઘણી હેડલાઈન્સ બનાવી હતી. આ સાથે જ ગૌરી સાવંત અમિતાભ બચ્ચનના શો કૌન બનેગા કરોડપતિમાં પણ જોવા મળી હતી. અને હવે સુષ્મિતા સેન ગૌરીનું જીવન પડદા પર લોકો સમક્ષ રજૂ કરવા જઈ રહી છે

Created with Snap
error: