Satya Tv News

ગાંજો પીવા અથવા રાખવાના આરોપસર દેશની જેલમાં બંધ તમામ લોકોને મુક્ત કરાશે તેવો નિર્ણય રાષ્ટ્રપતિ જો બાઈડન દ્વારા લેવામાં આવ્યો છે. તેમણે આ અંગે એક વીડિયો સંદેશ પણ જારી કર્યો છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને ગાંજાને લઈને મોટો નિર્ણય લીધો છે. બાઈડને ગુરુવારે રાષ્ટ્રના નામે એક વીડિયો સંદેશમાં જાહેરાત કરી છે કે ગાંજા પીવા અને રાખવાના આરોપમાં દેશની ફેડરલ જેલોમાં બંધ તમામ લોકોને મુક્ત કરવામાં આવશે. રાષ્ટ્રપતિની ચૂંટણીના પ્રચાર દરમિયાન તેમણે આ અંગે વચન આપ્યું હતું.

તેમણે કહ્યું કે, માત્ર ગાંજો પીવા અથવા રાખવાના આરોપસર કોઈને જેલમાં બંધ કેદ કરવા યોગ્ય નથી. ગાંજો રાખવા પર લોકોને જેલમાં નાખવાથી અનેક લોકોની જિંદગી બરબાદ થઈ ગઈ છે. ગાંજો રાખવા પર લગાવવામાં આવેલા ક્રિમિનલ આરોપોને કારણે લોકોને રોજગાર, ઘર અને શિક્ષણની તકો મળતી નથી. તેમણે જણાવ્યું કે, શ્વેત અને અશ્વેત લોકો સમાન માત્રામાં ગાંજાનો ઉપયોગ કરે છે, પરંતુ શ્વેત લોકોની સરખામણીમાં અશ્વેત લોકોની આ મામલે વધારે ધરપકડ કરવામાં આવે છે અને તેમને સજા પણ વધારે આપવામાં આવે છે.

રાષ્ટ્રપતિએ કહ્યું કે, સૌ પ્રથમ હું ગાંજો રાખવાના કેસમાં પકડાયેલા તમામ ફેડરલ આરોપીઓની સજા માફ કરું છું. મેં આ મામલે એટર્ની જનરલને નિર્દેશ આપ્યો છે કે જે લોકો પાત્ર છે તેમની સજા ખતમ કરીને સર્ટિફિકેટ જારી કરવામાં આવે. મારા આ એક્શનથી હજારો એવા લોકોને મદદ મળશે જેઓ ગાંજો રાખવાના આરોપોના પરિણામો ભોગવી રહ્યા છે.

કોઈને ગાંજો રાખવા બદલ ફેડરલ જેલમાં ન રાખવા જોઈએઃ જો બાઈડન
બીજું, હું તમામ રાજ્યોના ગવર્નરોને પણ આવું કરવાની સલાહ આપીશ. જેવી રીતે કોઈને ગાંજો રાખવા બદલ ફેડરલ જેલમાં ન રાખવા જોઈએ, તેવી જ રીતે કોઈને લોકલ અથવા સ્ટેટ જેલમાં પણ ન રાખવા જોઈએ.

ત્રીજું, તેમણે કહ્યું કે, આરોગ્ય અને માનવ સેવાઓના સચિવ (Secretary of Health and Human Services) અને એટર્ની જનરલ ફેડરલ કાયદા હેઠળ ગાંજાને કેવી રીતે રાખવામાં આવ્યો છે, તેની સમીક્ષા કરે. ગાંજાને ફેડરલ કાયદાના કંટ્રોલ્ડ સબસ્ટન્સ એક્ટની શેડ્યૂલ-1 હેઠળ રાખવામાં આવ્યો છે. આ ક્લાસિફિકેશનન સૌથી ખતરનાક સબ્સટેન્સ માટે છે, જેમાં હેરોઈન અને એલએસડી સામેલ છે. ફેન્ટાનાઇલ અને મેથામ્ફેટામાઇન જેવા ડ્રગ્સ પણ આ કેટેગરીની નીચે ક્લાસિફાઈ કરવામાં આવે છે.

રાષ્ટ્રપતિ જો બાઈડને એમ પણ કહ્યું કે, ભલે ગાંજાના સેવન અનને પઝેશનના ફેડરલ અને સ્ટેટ કાયદામાં ફેરફારો કરવામાં આવે, પરંતુ તેની ગેરકાયદેસર ખરીદી, વેચાણ, તેનું માર્કેટિંગ અને સગીર વયના વેચાણ પરના જરૂરી નિયંત્રણો યથાવત રહેશે.

error: