તાલુકાની અનેક શાળાઓમાં વિદ્યાર્થીઓને પોકસો કાયદા વિશે સમજ આપવામાં આવી
ગુજરાત રાજ્ય ની વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ અને ગુજરાત રાજ્યના કાનૂની સેવા સત્તા મંડળ ના પેટ્રોન ઇન ચીફ જસ્ટિસ અરવિંદકુમાર તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ ના કારોબારી અધ્યક્ષ અને હાઇકોર્ટ જસ્ટિસ સોનિયાબેન ગોકાણી ના માર્ગદર્શન હેઠળ પોકસો એક્ટ ની કાનૂની જાગૃતિ લાવવા એક કેમ્પેઇન હાથ ધરવામાં આવ્યુ હતુ.યુનિસેફ અને સોહાર્દ સંસ્થા ના સહયોગ થી સમગ્ર રાજ્યના જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળો દ્વારા પોકસો કાયદાની જાગૃતિ લાવવા પ્રયાસ કરવામાં આવી હતી.જેમાં વાગરા તાલુકા કાનૂની સેવા સત્તા સમિતિ ના નિષ્ણાત વકિલો દ્ધારા તાલુકાની પી.જે છેડા,દહેજ, વોરાસમની હાઈસ્કૂલ,અટાલી ની હાઈસ્કૂલ તેમજ અન્ય શાળાઓમાં ભણતા બાળકોને પોકસો એક્ટ (જાતિઓના ગુનાઓથી બાળકો ને રક્ષણ બાબત) વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી.વીસ ઓક્ટોબર સુધી ચાલનાર જનજાગૃતિ કેમ્પેઇન માં અનેક ગામડાઓમાં જાગૃતિ લાવવામાં આવશે.
જર્નલિસ્ટ ઝફર ગદીમલ સાથે સત્યા ટીવી વાગરા