Satya Tv News

વડોદરા મહાનગર પાલિકાએ વર્ષ 2021-22માં ઢોર પકડવા માટે રૂ. 2.72 કરોડનો ખર્ચ થયો છે. તેની સામે 4,638 પશુઓ પકડ્યા છે. ગત વર્ષે ઓક્ટોબર માસમાં વડોદરામાં પાલિકાએ ઢોર પકડવા માટે કાર્યવાહી હાથ ધરી હતી. જોકે તેમ છતાં હજી પણ રખડતા ઢોરના કારણે અનેક અકસ્માતો સર્જાઈ રહ્યા છે વડોદરા મહાનગરપાલિકા છેલ્લા એક વર્ષમાં 4,638 રખડતા પશુઓને પકડી પાંજરે પૂર્યા છે.

માહિતી અધિકાર અધિનિયમ હેઠળ માંગવામાં આવેલી માહિતીમાં વડોદરા મહાનગરપાલિકાએ જણાવ્યું હતું કે વર્ષ 2021-22 મા પાલિકાની ઢોર પાર્ટીએ શહેરમાંથી 4,638 પશુઓને પકડ્યા હતા. જેની પાછળ રૂ. 2.72 કરોડનો ખર્ચ કર્યો છે. એટલે કે એક પશુ પાછળ સરેરાશ રૂ. 6 હજારનો ખર્ચ થયો છે.

તેની સામે હજી પણ શહેરમા રખડતા પશુઓનો ત્રાસ યથાવત છે. જેનો ઉકેલ લાવવામાં પાલિકા તદ્દન નિષ્ફળ નીવડ્યું છે. જો કે પાલિકાને ઢોર પકડતા રૂ. 32 લાખની આવક થઈ હોવાનું પણ આરટીઆઇના જવાબમાં સપાટી પર આવ્યું છે.

error: