Satya Tv News

પોલીસ દ્વારા મૃતદેહનો કબજો લઈ તેને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો

પોસ્ટમોર્ટમ બાદ જ યુવતીના મોતનું સાચુ કારણ જાણી શકાશે

વડોદરામાં સોમા તળાવ બ્રિજ નીચે રેલવે ટ્રેક પરથી એક અજાણી યુવતીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. પોલીસને ઘટનાની જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ક્યા કારણે યુવતીએ પોતાનું જીવન ટૂકાવ્યુ તે અંગે તપાસ ચાલી રહી છે.

મળતી માહિતી મુજબ વડોદરા શહેરના સોમા તળાવ બ્રિજ નીચે રેલવે ટ્રેક પરથી એક અજાણી યુવતીનો કપાયેલો મૃતદેહ મળી આવ્યો. બનાવની જાણ થતા રેલવે પોલીસ ઘટના સ્થળ પર દોડી ગઈ. પોલીસ દ્વારા મૃતદેહનો કબજો લઈ તેને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. બનાવને પગલે સ્થળ પર લોકોના ટોળેટોળા એકત્રિત થઈ ગયા હતા. પોસ્ટમોર્ટમ બાદ જ યુવતીના મોતનું સાચુ કારણ જાણી શકાશે. હાલ યુવતીના મોત ક્યાં કારણે થયુ તેની ચોક્કસ માહિતી સામે આવી નથી. પોલીસ આ મામલે સઘન તપાસ કરી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગયા મહિને શહેરના અકોટા રેલવે બ્રિજ નીચે ટ્રેનની અડફેટે 30 વર્ષીય યુવકનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી હતી.

error: