જંબુસર BAPS મંદિર ખાતે નારી સંમેલન
મોટી સંખ્યામાં મહિલાઓ હાજર રહી
મહિલા વિષયક તમામ યોજનાથી માહિતગાર થયા
ગુજરાત રાજ્ય મહિલા આયોગ ગાંધીનગર દ્વારા જંબુસર બીએપીએસ મંદિર ખાતે મહિલા સંમેલન યોજાયું જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ હાજર રહી અદાલતની સમજ મહિલા વિષયક તમામ યોજનાથી માહિતગાર થયા હતા.
ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગુજરાત રાજ્ય મહિલા આયોગ ગાંધીનગર દ્વારા મહિલાઓમાં નારી અદાલતની સમજ મહિલા વિષયક યોજનાઓની જાણકારી આપી શકાય તે હેતુથી જંબુસર BAPS મંદિર ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પાબેન પટેલના અધ્યક્ષસ્થાને નારી સંમેલન યોજાયું હતું.જેમાં અતિથી વિશેષ મહિલા બાળ અને યુવા પ્રવૃત્તિ સમિતિ જિલ્લા પંચાયત અધ્યક્ષ વર્ષાબેન દેશમુખ સહિત તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી અંજુબેન સિંધા નગરપાલીકા પ્રમુખ ભાવનાબેન રામી સહિત ઉપસ્થિત રહ્યાં હતા.
સદર કાર્યક્રમને ઉપસ્થિતોના હસ્તે દિપ પ્રાગટય કરી પ્રારંભ કરાયો હતો આ પ્રસંગે સમારંભ અધ્યક્ષ શ્રીમતી અલ્પાબેન પટેલ દ્વારા ઉપસ્થિત મહિલાઓને સાસુએ વહુને દીકરી તરીકે રાખી સ્વભાવ સુધારી માતા તરીકે રહેવા સહનશક્તિ રાખવા અપીલ કરી આજના પુરુષપ્રધાન સમાજમાં નારી દરેક ક્ષેત્રમાં આગળ આવી રહી છે ડબલ એન્જિન સરકારના નેતૃત્વ હેઠળ સ્ત્રી સશક્તિકરણ તથા સરકાર દ્વારા મહિલાઓ માટે વિવિધ યોજનાઓ કાર્યરત છે તો તેનો લાભ લઈ સરકારની વિકાસયાત્રામાં સહભાગી થવા જણાવ્યું સરકાર દ્વારાનાના બાળકો માટે આંગણવાડીમાંથી જે બાલભોગ માતૃશક્તિ સહિતના જે પેકેટ આપવામાં આવે છે તેનો ઉપયોગ કરી સમાજ અને રાષ્ટ્રને આગળ લાવવા આહવાન કર્યુ હતુ.આગામી દિવસોમાં ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જંબુસર તાલુકામાં બલ્ક ડ્રગ પાર્ક નું ખાતમુહૂર્ત કરનાર હોય અને જેના થકી દરેકને રોજગારી મળશે તેમ જણાવી સાચી નારીની સાચી હકીકત વર્ણવી હતી.
સદર નારી સંમેલનમાં પ્રોગ્રામ ઓફિસર કોમલબેન ઠાકોર દહેજ પ્રતિબંધક પ્રિતેશભાઈ વસાવા મહિલા શક્તિ કેન્દ્ર શેતલબેન સોલંકી નેહાબેન પટેલ આરબીએસકે જંબુસર ડોક્ટર સ્વાતિબેન પટેલ જંબુસર પોલીસ પૂર્ણિમાબેન સહિત મોટી સંખ્યામાં આંગણવાડી સુપરવાઇઝર કાર્યકર બહેનો હાજર રહ્યાં હતાં.આભારવિધિ આઈસીડીએસના સીડીપીઓ નીનાબેન પટેલે કરી હતી.
વિડિઓ જર્નાલિસ્ટ વિવેક પટેલ સાથે સત્યા ટીવી જંબુસર