દિલ્હીમાં અરજી દાખલ કરવામાં આવે તે પહેલાં ઉત્તર પ્રદેશમાં સૈફ અલી ખાન, કૃતિ સેનન સ્ટારર ફિલ્મ ‘આદિપુરુષ’ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી
આદિપુરૂષના મેકર્સની મુશ્કેલી ઓછી નથી થઈ રહી. ટીઝર રિલીઝ થયા બાદથી જ ફિલ્મ નિર્માતાઓને પહેલા ટીકા ત્યારબાદ ટ્રોલિંગ અને હવે ફિલ્મના રિલીઝ પર રોક લગાવતી અરજીનો સામનો કરવો પડી રહ્યો છે. દિલ્હીની એક અદાલતમાં ફિલ્મ આદિપુરૂષની રિલીઝ પર રોક લગાવવાની માંગ કરતી અરજી દાખલ કરવામાં આવી છે. અરજીમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે, ફિલ્મમાં ભગવાન રામ અને હનુમાનનું ખોટું ચિત્રણ બતાવવામાં આવ્યું છે.
દિલ્હીમાં અરજી દાખલ કરવામાં આવે તે પહેલાં ઉત્તર પ્રદેશમાં સૈફ અલી ખાન, કૃતિ સેનન સ્ટારર ફિલ્મ ‘આદિપુરુષ’ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. લખનૌના એક વકીલે ફિલ્મના કલાકારો અને નિર્માતાઓ સામે કાર્યવાહીની માંગણી કરીને કોર્ટનો સંપર્ક કર્યો હતો. પ્રાપ્ત માહિતી પ્રમાણે લખનૌ સ્થિત વકીલ પ્રમોદ પાંડેએ ગુરુવારે મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટ (CJM) સમક્ષ સૈફ અલી ખાન, પ્રભાસ રાઘવ, કૃતિ સેનન, નિર્માતા-નિર્દેશક ઓમ રાઉત અને ભૂષણ કુમારને પક્ષકાર બનાવીને ફરિયાદ દાખલ કરી હતી. તેમણે કહ્યું કે, હિંદુ દેવતાઓ ખાસ કરીને હનુમાન અને રામના પાત્રોને ખોટી રીતે દર્શાવવા બદલ સ્ટાર્સ અને ફિલ્મ નિર્માતાઓ વિરુદ્ધ CRPCની કલમ 153(3) હેઠળ ફોજદારી કેસ દાખલ થવો જોઈએ.