ભરૂચ જિલ્લાના નબીપુરમાં રેલીનું આયોજન
ઇદે મિલાદના આગમન પૂર્વે ભવ્ય રેલીનું આયોજન
જેમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી
ભરૂચ જિલ્લાના નબીપુરમાં ઇદે મિલાદના આગમન પૂર્વે ભવ્ય રેલીનું આયોજન કરાયું જેમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી.
મુસ્લિમ સમુદાયના પાવન તહેવારો પૈકીનો એક એટલે કે ઇદે મિલાદ નો પર્વ રવિવારે ઉજવાશે. જેની પૂર્વ તૈયારી સ્વરૂપે આજ રોજ નબીપુર ગામ ખાતે એક વિશાળ રેલીનું આયોજન કરાયું હતું. જેમાં ટુ વિલર, થ્રી વિલર અને ફોર વિલર મા સવાર થઈ વિશાળ જનમેદની ઉમટી પડી હતી. આ રેલી ભાગોળમાં આવેલ મદ્રસા કમ્પાઉન્ડ થી પ્રસ્થાન કરી ગામના મુખ્ય માર્ગો પર થઈ શેરી મહોલ્લાઓમાં થઈ નાત શરીફ ના પઠન સાથે ગામમાં આવેલ સૂફી સંત પીર ખોજન્દિશા બાવા ની દરઘાહ ખાતે પહોંચી ફાતેંહા ખવાની કરી વિસર્જિત થઈ હતી. આ રેલીમાં નાના બાળકો, યુવાનો અને અબાલ વૃદ્ધો ઉપસ્થિત રહયા હતા. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન નબીપુર ઇદે મિલાદ કમિટી દ્વારા કરાયું હતું.
વિડિઓ જર્નાલિસ્ટ વીરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ભરૂચ