Satya Tv News

ભરૂચમાં રણછોડજી મંદિરે ઉભા ભજનનું આયોજન
કોરોના કાય બાદ મંદિરે શરદપૂર્ણિમાએ ભજન
વર્ષો જૂની પરંપરાને સ્થાનિકોએ જીવિત રાખી

ભરૂચમાં કોરોના કાય બાદ આ વર્ષે ભરૂચના રણછોડજી મંદિરે શરદપૂર્ણિમાએ દીપ માળા અને ઉભા ભજનો સહિતના કાર્યક્રમને લઈને તળાવમાં તૈયારીઓ ચાલી રહી છે.

કોરોના કાય બાદ આ વર્ષે ભરૂચના રણછોડજી મંદિરે શરદપૂર્ણિમાએ દીપ માળા અને ઉભા ભજનો સહિતના કાર્યક્રમને લઈને તળાવમાં તૈયારીઓ ચાલી રહી છે છેલ્લા ઘણા વર્ષોથી ભરૂચ શહેરના રણછોડજી ઢોળાવમાં આવેલા અતિ પુરાણી રણછોડ મંદિરે શરદપૂર્ણિમાની ઉજવણીનો અનેરો મહિમા રહેલો છે.

દર વર્ષે આ સ્થળે આવેલી દીપ માળા ને લાઇટિંગ કરીને જગમગહાટ કરવામાં આવે છે શરદ પૂનમ નિમિત્તે વિશેષ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. બે વર્ષ કોરોના કાર્ડને બાદ કરતાં આ વર્ષે છૂટછાટ મળતા જ દીપ માળા ખાતે તળાવમાં તૈયારીઓ ચાલી રહી છે રણછોડજીનો શણગાર સાથે આરતી તેમજ દીપ માળા ને લાઇટિંગ કરવા અને ઉભા ભજન સહિતના ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

વિડિઓ જર્નાલિસ્ટ વીરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ભરૂચ

error: