Satya Tv News

ભરૂચ GNFCમાં કામદારોમાં કંપની સામે આક્રોશ
૫૦૦ થી ૬૦૦ કામદારો હેલ્પર તરીકે કોન્ટ્રાક્ટ પર
પગાર વધાર્યો નથી જે બાબત સામે રોષ વ્યકત કર્યો

ભરૂચ જિલ્લાના દહેજ પાસેના રહિયાદ ગામ ખાતે આવેલ જીએનએફસી ટીબીઆઇ ટુ ના લગભગ ૫૦૦ થી ૬૦૦ કામદારો હેલ્પર તરીકે કોન્ટ્રાક્ટ ઉપર કામ કરી રહ્યા છે.કામદારોએ આક્ષેપ કર્યા છે કે કંપની તરફથી તેઓને રૂપિયા ૯૦ નો વેતન વધારો કરવામાં આવશે, પરંતુ તે બાદ કંપની દ્વારા કામદારોના વેતનમાં માત્ર રૂપિયા ચારનો વધારો કરવામાં આવતા કામદારોમાં કંપની સામે આક્રોશ ઉભો થયો છે.

કામદારોનું કહેવું છે કે કંપની દ્વારા રૂપિયા ચારનો વધારો કરી કામદારો સાથે મજાક કરી છે, જે કામદારો ક્યારેય પણ ચલાવી લે તેમ નથી જો કંપનીએ રૂપિયા ૯૦ નો નહિ તો છેલ્લે ૫૦ રૂપિયાનો તો વધારો કરવો જ જોઇએ તેવી માંગ સાથે કામદારો કંપનીના ગેટ બહાર હડતાળ પર ઉતર્યા છે. કામદારો જણાવી રહ્યા છે કે તેઓ કંપનીમાં જીવના જોખમે કામ કરી રહ્યા છે અને તેઓને નજીવો વળતર મળી રહ્યો છે, ખરેખર તો તેઓને ૩૯૦ થી ૪૦૦ રૂપિયા નો રોજ હોવો જોઈએ પરંતુ હજુ સુધી કંપની સત્તાવાળા કે કોન્ટ્રાક્ટરો એ કામદારોનો પગાર વધાર્યો નથી જે બાબત સામે રોષ વ્યકત કર્યો હતો.

હાલ કંપની દ્વારા કામદારોને ૩૫૧ રૂપિયા રોજ ચુકવવામાં આવી રહ્યો છે, પરંતુ આ રોજ કામદારોને મંજુર ન હોય તેમ તેઓ જણાવી રહ્યા છે,અને તેઓની માંગ વહેલી તકે સત્તાધીશો સ્વીકાર કરી રોજમાં વધારો નહિ કરે ત્યાં સુધી તેઓ કંપનીમાં કામ ઉપર નહિ જઇ ગેટ બહાર જ હડતાળ પર રહેશે તેવી ચીમકી ઉચ્ચારી હતી

વિડિઓ જર્નાલિસ્ટ વીરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ભરૂચ

error: