Satya Tv News

દેડિયાપાડા સર્કિટ હાઉસ ખાતે AAPનું શકિત પ્રદર્શન
149-વિધાન સભાની બેઠક જીતવા સતત બેઠકનો દોર
દેડિયાપાડા AAPના પ્રમુખનાં અધ્યક્ષ સ્થાને બેઠક મળી

દેડિયાપાડા સર્કિટ હાઉસ ખાતે મળેલી બેઠકમાં અનેક નવા કાર્યકરો જોડાયા હતા AAP ની મળેલી બેઠકમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા, જેથી સર્કિટ હાઉસ ના હોલના બદલે ઓરડા પર બેસીને મીટીંગ કરવામાં આવી હતી

મીટીંગ સંદર્ભે આવનારી વિધાનસભા ની ચૂંટણીમાં AAP ના અનેક દિગ્ગજો ને ડેડીયાપાડા વિધાનસભા ની સીટ પર આમ આદમી પાર્ટીની ગેરંટી કાર્ડ વિતરણ તેમજ ડોર ટુ ડોર પ્રચાર કરવાના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી સાથે જ હાલ આ વિધાનસભાની સીટ ઉપર ચાર જેટલા ઉમેદવારો આમ આદમી પાર્ટીમાં પોતાની દાવેદારી નોંધાવી છે ત્યારે આવનારા સમયમાં આમ આદમી પાર્ટી જે પણ વ્યક્તિને ટિકિટ આપશે એ વ્યક્તિનું સર્વેનામતે સ્વીકારી પાર્ટી માટે દરેક કાર્યકર્તાએ કામ કરવાનું પાર્ટીના પ્રમુખ રાજેન્દ્રભાઈ વસાવા દ્વારા સૂચન કરવામાં આવ્યું હતું. ચર્ચાએ છે કે ટૂંકા જ ગાળામાં આમ આદમી પાર્ટી ના દિગ્ગજો ડેડીયાપાડા ખાતે આવી એક મોટી સભા પણ સંબોધી શકે છે હવે જોવું રહ્યું આ વિધાનસભાની સીટ કોને ફળે છે રોજ આ સીટ પર અનેક મુદ્દાઓ બદલાતા રહે છે કોઈ આદિવાસી સમાજની વાત કરે છે તો કોઈ રોડ રસ્તા, આરોગ્ય, શિક્ષણ, લાઈટ જેવા અનેક મુદ્દાઓ ની ચર્ચા કરવામાં આવી છે તો બીજી બાજુ સરકાર વિકાસ ની વાત અને ડબલ એન્જિન ની સરકાર વિશ્વાસ થી વિકાસ યાત્રા, સપના સાકર થી ઠેર ઠેર મોટા મોટા બેનરો લગાવી પ્રચાર કરી રહ્યો છે.

વિડિઓ જર્નાલિસ્ટ સર્જન વસાવા સાથે સત્યા ટીવી દેડીયાપાડા

error: