Satya Tv News

વાગરામાં વિધાનસભા અંતર્ગત AAP પાર્ટીની મિટિંગ
સામાજિક કાર્યકરએ AAPમાં પગ મૂક્યો
AAPમાં જોડાતા કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો


વાગરા ખાતે વિધાન સભાની ચૂંટણીના લઈ એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમાં વાગરા તાલુકા અને ભરૂચ તાલુકાના હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા.વાગરા યુવાન જાવીદ મુન્શી આપ માં જોડાતા કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.


ગુજરાત રાજ્ય ની વિધાન સભા ની ચૂંટણી જેમજેમ નજીક આવી રહી છે,તેમ તેમ રાજકીય ચહલ પહલ વધી જવા પામી છે.કેટલાક લોકો ભાજપમાં તો કેટલાક કોંગ્રેસ માં જઇ પોતાની રાજકીય કારકિર્દી બનાવવા પાયો નાંખી રહ્યા છે.ત્યાંજ દિલ્હી ની આમ આદમી પાર્ટીએ પણ ગુજરાત માં એડીચોટી નું જોર લગાવ્યુ છે.દિલ્હી ના મુખ્યમંત્રી અને પાર્ટી ના અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ કાર્યકરો નો પારો ચઢાવવા અને લોકો વચ્ચે જઇ પ્રચાર પ્રસાર તેજ બનાવ્યો છે.જેને ધ્યાને લઇ કાર્યકરોએ પણ આમ આદમી પાર્ટી ને મજબુત બનાવવા મંડી પડ્યા છે.જેના ભાગરૂપે વાગરા વિધાનસભા માં સમાવિષ્ટ વાગરા અને ભરૂચ તાલુકા ના હોદ્દેદારો અને કાર્યકરો ની એક બેઠક વાગરા ખાતે રાખવામાં આવી હતી.આમ આદમી પાર્ટી ની વહીવટી કુશળતા અને લોકો પ્રત્યે ની સમર્પિતતા થી પ્રેરાઈ ને વાગરા ના જોશીલા યુવાન જાવીદ મુન્શી એ પાર્ટી જોઈન્ટ કરતા યુવા કાર્યકરોનો ઉત્સાહ બેવડાય ગયો હતો.આ તબક્કે જાવીદ મુન્શી એ ઉપસ્થિત કાર્યકરો ને આગામી વિધાન સભા ચૂંટણીમાં ઉત્સાહપૂર્વક મેહનત કરવા લાગી જવા આહવાન કર્યું હતુ.આગામી વિધાન સભાની ચૂંટણીમાં પાર્ટી કઈ રીતે આગળ વધશે એ માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

આ પ્રસંગે ભરૂચ લોકસભા ના ઇન્ચાર્જ તેજસ પટેલ એ દિલ્હી અને પંજાબ સરકારની પ્રજાલક્ષી અનેક યોજનાઓથી કાર્યકરો અવગત કર્યા હતા.આ પ્રસંગે વાગરા તાલુકા ના સંગઠન મંત્રી સૈયદ તલાટી,રોહિત પટેલ,મહેન્દ્રસિંહ વાઘેલા,યુનુસભાઈ ટંકારીયાવાલા સહિત ના કાર્યકરો વરસાદના વિઘ્ન વચ્ચે ઉપસ્થિત રહ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે વાગરા વિધાન સભા બેઠક પર આમ આદમી પાર્ટી સક્રિય થતા ભાજપ-કોંગ્રેસ બે માંથી કોને નુકશાન કરશે એ તો આવનારો સમય જ બતાવશે.વાગરા વિધાન સભામાં ત્રિશંકુ બનવાની સંભાવના ને લઈ ચૂંટણી રસપ્રદ બનશે એવી લોક ચર્ચા ચાલી રહી છે.

જર્નાલિસ્ટ ઝફર ગડીમલ સાથે સત્યા ટીવી વાગરા

error: