Satya Tv News

બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટના બેબી શૉવરની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર ખૂબ વાયરલ બની છે. જ્યાં આલિયાએ કેટલાંક ફોટો શેર કરીને તે સાથે ‘જસ્ટ લવ’ એવું કેપ્શન મૂક્યું છે. બ્રહ્માસ્ત્રની હિરોઈન આલિયાને તેના બેબી શૉવરની પોસ્ટ પર ૫૦.૫૯ લાખ લાઈક્સ મળ્યા છે. દશેરાને દિવસે આલિયાએ બેબી શૉવરમાં પીળા રંગનો ટ્રેડિશનલ ડ્રેસ પહેર્યો હતો. જેને લોકોએ ખુબ પસંદ કર્યો છે. શેર કરાયેલ એક ફોટોમાં આલિયા રણબીર સાથે બેઠેલી દેખાય છે. તો એક તસવીરમાં રણબીર આલિયાને કિસ કરતો પણ જોવા મળ્યો છે. જ્યારે એક ફોટોમાં બંને હાથ જોડી ઈશ્વરની પૂજા કરતાં પણ દેખાયા છે. આલિયાના સીમંત માટે કપૂર અને ભટ્ટ પરિવારે સાથે મળી ખુબ તૈયારી કરી હતી.બેબી શૉવરમાં નીતુ કપૂર, કરિશ્મા કપૂર, શ્વેતા બચ્ચન, આલિયાની માતા સોની રાજદાન, નતાશા નંદા, રીમા જૈન, અનીસા મલ્હોત્રા જૈન, શમ્મી કપૂરની પત્ની નીલા દેવી, કરણ જૌહર, અયાન મુખર્જી, અગસ્ત્ય નંદા, મુકેશ ભટ્ટ, પૂજા ભટ્ટ સહિત અનેક મહેમાનોએ હાજરી પૂરાવી હતી. નીતુ કપુરે પણ દીકરા રણબીર કપૂર, કરિશ્મા કપૂર અને રીમા જૈન સાથે એક હેપ્પી ફોટો શેર કરી ‘આશીર્વાદ અને આભાર’ એવું કેપ્શન આપી પોતાનો હર્ષ વ્યક્ત કર્યો હતો.

error: